અભિનેત્રી ભાગ્યશ્રી ૧૭ વર્ષની ઉંમરમાં પ્રેગ્નેંટ થઇ હતી
મુંબઈ, વર્ષ ૧૯૮૯ માં સૂરજ બડજાત્યાની ફિલ્મ મૈંને પ્યાર કીયા તે જમાનાની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ ગણવામાં આવતી હતી. સલમાન ખાન અને ભાગ્યશ્રીએ આ ફિલ્મમાંથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આજેપણ આ ફિલ્મ દર્શકોના દિલમાં વસેલી છે. આ ફિલ્મના ઘણા રસપ્રદ કિસ્સા છે. એક કિસ્સો એવો છે કે જ્યારે ફિલ્મમાં ભાગ્યશ્રીને સલમાન ખાનને ગળે લગાવવાનો સીન શૂટ કરવાનો હતો તે પહેલાં ભાગ્યશ્રી રડવા લાગી હતી. આજે અમે આ ફિલ્મ સાથે જાેડાયેલી કેટલીક એવી રસપ્રદ વાતો જણાવીશું. સૂરજ બડજાત્યાની ફિલ્મ મૈંને પ્યાર કિયામાં સુમનનું પાત્ર ભજવનાર ભાગ્યશ્રીએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે જે તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે તે તેમની અસલ જીંદગીમાં થયું છે. આ ફિલ્મમાં એક સીન છે જ્યારે સલમાન ખાન ગળે લગાવતો હોય છે. આ સીનને શૂટ કરતાં પહેલાં ભાગ્યશ્રી ખૂબ રડી હતી. આ વાતની જાણકારી તેમણે એક ઇન્ટરવ્યું દરમિયાન આપી હતી.
તમને જણાવી દઇએ કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ભાગ્યશ્રી એક રિલેશનશીપમાં હતી. ભાગ્યશ્રીએ જણાવ્યું કે ફિલ્મમાં જે સમસ્યાનો સામનો સુમન કરી રહી હતી, તે પ્રકારની પ્રકારની સમસ્યાઓમાંથી તે પણ પસાર થઇ રહી હતી. તેમણે જણાવ્યું કે તે હિમાલયજીને પ્રેમ કરતી હતી અને તેના વિશે તેમના ઘરમાં ખબર પડી ગઇ હતી. તે ખબર પડ્યા પછી તે ઘરવાળા ખૂબ નારાજ હતા અને તે ઇચ્છતા ન હતા કે હિમાલ્ય દાસાનીને મળે. તમને જણાવી દઇએ કે ફ્ક્ત ૧૭ વર્ષની ઉંમરમાં માતા બની ગઇ હતી. ભાગ્યશ્રીએ વર્ષ ૧૯૯૦ માં હિમાલય દાસાણી સાથે લગ્ન કર્યા હતા. ૧૭ વર્ષની ઉંમરમાં ભાગ્યશ્રીએ પહેલાં બાળકને જન્મ આપ્યો હતો.SSS