અભિનેત્રી મંદિરા બેદીની પોસ્ટ લોકોને ભાવુક કરી રહી છે
મુંબઈ: નાના પરદાથી લઈને મોટા પરદા સુધી પોતાના જબરદસ્ત અભિનયથી લોકોના દિલ ઉપર રાજ કરનાર પ્રખ્યાત અભિનેત્રી મંદિરા બેદી અત્યાર દિવસોમાં પોતાના જીવનમાં ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં તેમના પતિ અને ફિલ્મ પ્રોડ્યૂસર રાજ કૌશલનું નિધન થયું હતું. ૩૦ જૂને રાજ કૌશલનું નિધન થયું હતું. બાદમાં મંદિરા ખુબ જ મુશ્કેલીઓમાં પોતાને સંભાળવાની કોશિશ કરી રહી છે.
આવું તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ચોખ્ખું દેખાય છે. તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પરિવારની એક તસવીર શેર કતા ખુબ જ માર્મિક કેપ્શન લખ્યું હતું. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, હું પોતાના પરિવાર પ્રત્યે આભારી છું. તમારા ખુબ જ પ્રેમ અને સમર્થન અને દયાના માટે આભાર અને પ્રેમ, ધન્યવાદ. તેમણે વધુ એક પોસ્ટ લખી હતી જેમાં ચોખ્ખું જાણી શકાય છે કે પતિના નિધન બાદ તેણે પોતાની હિંમતને વધુ વધારી છે.
મંદિરા બેદીએ પોતાના પોસ્ટમાં લખ્યું છે કે હું યોગ્ય છું, હું સક્ષમ છું, મને પ્રેમ છે, હું મજબૂર છું, ૭ કલાક પહેલા શેર કરેલા આ પોસ્ટને અત્યાર સુધી ૫૦ હજાર લોકોએ લાઈક કર્યું છે. મંદિરાના ફેંસ પણ સતત આ પોસ્ટ ઉપર કમેન્ટ કરી તેમની હિંમત વધારતા દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મંદિરા બેદી વિપરીત પરિસ્થિતિઓમાં સાહસ દેખાડવા માટે જાણિતી છે. પોતાના પતિને આકસ્મિક નિધનના દિવસ બાદ તેમણે પ્રશંસનીય સાહસનો પરિચય આપ્યો છે. તેઓ પોતાના પતિની અંતિમ યાત્રામાં સામેલ થયા છે. તેમણે ખુદ જ અંતિમ સંસ્કારની દરેક વિધિ નિભાવી હતી. ઉલ્લેખનીય છે કે મંદિરા બેદીએ વર્ષ ૧૯૯૯માં ફિલ્મમેકર રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. રાજ કૌશલ અને મંદિરાને બે બાળકો છે. એકનું પુત્રનુ નામ વીર અને પુત્રીનું નામ તારા છે.