અભિનેત્રી મલાઈકા યોગ ક્લાસની બહાર જોવા મળી
મુંબઈ: મલાઈકા અરોરા બોલિવુડની ફિટ હીરોઈનો પૈકીની એક છે. મલાઈકા અરોરા એક દિવસ પણ જિમ જવાનું ચૂકતી નથી. મલાઈકા જ્યારે પણ જિમ જવા નીકળે ત્યારે સુનિશ્ચિત કરે છે કે તેના સ્ટાઈલિશ જિમવેર લોકોનું ધ્યાન ખેંચે. બોલિવુડ ડિવા પોતે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે છે અને તેના ફેન્સને પણ આમ કરવા પ્રેરણા આપે છે. ફિટનેસ ટિપ્સથી લઈને ફિટનેસ પોસ્ટ મૂકવા સુધી મલાઈકા સોશિયલ મીડિયા પર ફિટનેસ ગોલ્સ આપે છે.
હાલમાં જ મલાઈકા યોગ ક્લાસની બહાર જોવા મળી હતી. યોગ કરીને નીકળેલી મલાઈકા અરોરા એનિમલ પ્રિન્ટ જિમવેરમાં ઉબર-કૂલ લાગતી હતી. તેણે આ પ્રિન્ટેડ જિમવેર સાથે ઓફ વ્હાઈટ જેકેટ અને બ્લેક માસ્ક પહેર્યું હતું. એક્ટ્રેસના હાથમાં તેનું યોગા મેટ પણ હતું.
મલાઈકાએ પગમાં સ્લાઈડર્સ પહેર્યા હતા અને વાળમાં બન બનાવીને તેનો જિમ લૂક પૂરો કર્યો હતો. કોરોના મહામારીને કારણે જાહેર કરાયેલા લોકડાઉનમાં જિમ બંધ હતા. જેના કારણે ફેન્સ મલાઈકાના વિવિધ જિમ લૂક જોવા માટે તરસી ગયા હતા. લોકડાઉન પહેલા રોજેરોજ મલાઈકાની જિમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હતી.
જો કે, જિમ બંધ હતા ત્યારે પણ મલાઈકા રોજ ચાલવા કે જોગિંગ માટે જતી હતી. મલાઈકા અરોરા થોડા મહિના પહેલા કોરોના સંક્રમિત થઈ હતી. એ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, તેને નબળાઈ લાગતી હતી પરંતુ તેની ફિટનેસ સારી હોવાથી તે જલદી રિકવર થઈ શકી હતી. કોરોના મુક્ત થયા બાદ મલાઈકા પોતાના ફિટનેસ રૂટિનમાં પરત ફરી હતી.
અવારનવાર તે પોતાના ડોગ સાથે ઈવનિંગ વૉક પર પણ નીકળતી પાપારાઝીના કેમેરામાં કેદ થઈ છે. થોડા દિવસ પહેલા જ મલાઈકા અરોરા બીએફએફ કરીના કપૂર ખાન, તૈમૂર, સૈફ અલી ખાન અને અર્જુન કપૂર સાથે ધર્મશાલામાં રજાઓ વિતાવીને પરત આવી છે. મલાઈકાએ ધર્મશાલાની ખૂબસૂરત તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી હતી. તે પણ ખૂબ વાયરલ થઈ હતી. અર્જુન કપૂર અને સૈફ ફિલ્મના શૂટિંગ માટે ધર્મશાલામાં છે ત્યારે મલાઈકા અને કરીનાએ પણ ત્યાં દિવાળી સેલિબ્રેટ કરી હતી.