અભિનેત્રી માહિરા ખાનને કોરોના પોઝિટિવ આવ્યો
મુંબઈ: બોલિવૂડના ઘણાં સેલેબ્સને કોરોનાનો ચેપ લાગ્યા બાદ હવે પાકિસ્તાનની એક્ટ્રેસ માહિરા ખાન પણ કોરોનાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાની સુપરસ્ટાર એક્ટ્રેસ માહિરા ખાનને કોરોના થયો છે. અહીં નોંધનીય છે કે વર્ષ ૨૦૧૭માં આવેલી શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘રઈસ’થી માહિરા ખાને બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.
માહિરા ખાને પોતે કોરોના પોઝિટિવ થઈ હોવાની જાણકારી ફેન્સની સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે. માહિરા ખાને સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે ‘હાલ તે સેલ્ફ આઈસોલેશનમાં છે અને મારા સંપર્કમાં આવેલા લોકોએ પણ કોરોના ટેસ્ટ કરાવી લેવો જાેઈએ.
આ સાથે જ માહિરા ખાને લોકોને ચોક્કસપણે માસ્ક પહેરવાની અપીલ કરી છે. પોતાની પોસ્ટમાં માહિરા ખાને લખ્યું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું અત્યારે આઈસોલેશનમાં છું અને આ ખૂબ અઘરું છે. હું જલદી પરત ફરીશ. મહેરબાની કરીને પોતાના અને બીજાના માટે માસ્ક ચોક્કસપણે પહેરો, સાવધાન રહેવું જરૂરી છે.
પાર્થના કરો અને ફિલ્મો જાેવા વિશે પણ જણાવી શકો છો. અહીં ઉલ્લેખનીય છે કે ફિલ્મ રઈસથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યા પહેલા માહિરા ખાન એમટીવી પાકિસ્તાનના શો મોસ્ટ વોન્ટેડમાં વીજે તરીકે હોસ્ટ કરતા જાેવા મળી હતી. બાદમાં તેણે પ્રખ્યાત ફિલ્મ બોલથી ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તેણે ફવાદ ખાનની સાથે ટીવી શો ‘હમસફર’માં પણ કામ કર્યું હતું. હવે તે ફવાદ ખાનની સાથે વધુ એક ફિલ્મમાં જાેવા મળશે.