અભિનેત્રી માહી વિજને રેપની ધમકી મળતા ખળભળાટ

કારને ટક્કર મારીને આપી ગંદી ગાળો: માહી
માહી વિજે અન્ય ટિ્વટમાં જણાવ્યું કે તે વર્લી પોલીસ સ્ટેશન ગઈ કે જ્યાં તેને મદદનું આશ્વાસન આપવામાં આવ્યું
મુંબઈ, એક્ટ્રેસ માહી વિજની ગાડીને હાલમાં જ એક શખસે ટક્કર મારતા ગાળો બોલ્યો હતો અને રેપની ધમકી આપી હતી. એક્ટ્રેસ માહી વિજે આ ડરામણી ઘટનાનો ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો છે. તારીખ ૭ મેના દિવસે માહી વિજ સાથે આ ઘટના બની હતી. ત્યારે ગાડીમાં માહી વિજ સાથે તેની દીકરી તારા પણ હાજર હતી. માહી વિજે આ સમગ્ર મામલે મુંબઈ પોલીસની મદદ લીધી છે. માહી વિજે પોતાના સોશિયલ મીડિયા ટિ્વટર હેન્ડલ પર એક વિડીયો શેર કરતા લખ્યું કે આ વ્યક્તિએ મારી ગાડીને ટક્કર મારી અને ગાળો બોલ્યો હતો, ત્યારબાદ રેપની ધમકીઓ આપવા લાગ્યો હતો.
મુંબઈ પોલીસ મને આ વ્યક્તિ શોધવામાં મદદ કરે જે આપણા માટે ખતરારૂપ છે. આ શખસની ગાડીની નંબર પ્લેટ દેખાઈ રહી છે જેણે માહી વિજની ગાડીને ટક્કર મારી હતી. મુંબઈ પોલીસે માહી વિજનો આ વિડીયો જાેતાં ટિ્વટ પર તાત્કાલિક જવાબ આપ્યો છે. મુંબઈ પોલીસે લખ્યું કે તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ દાખલ કરાવો. માહી વિજે અન્ય ટિ્વટમાં જણાવ્યું કે તે વર્લી પોલીસ સ્ટેશન ગઈ કે જ્યાં તેને મદદનું આશ્વાસન આપવામાં આવ્યું.
લાગી તુજસે લગન’ અને ‘બાલિકા વધૂ’માં પોતાના રોલ માટે જાણીતી એક્ટ્રેસ માહી વિજ ફરી વખત કામ શરૂ કરવા તત્પર છે. જાે કે, તેને એ વાત દુઃખી કરે છે કે કેટલાક પ્રોડક્શન હાઉસ અને ચેનલો એવું માને છે કે તેણીએ લાંબો બ્રેક લીધો છે અને સ્ક્રીન પર પાછી આવવા નથી માગતી. આ વિશે વાત કરતાં માહીએ કહ્યું હતું કે, “મને નથી ખબર કે આ માહિતી ક્યાંથી ફેલાઈ છે અને તેના કારણે જ લોકો હવે મને કામ માટે પૂછતા નથી. હું કામ કરવા માગુ છું અને સ્ક્રીન પર ચોક્કસ પાછું ફરવું છે..
This person banged my car got abusive and gave me rape threats his wife got aggressive and said chod de isko @MumbaiPolice help me find this guy who is threat to us pic.twitter.com/XtQbt1rFbd
— Mahhi vij (@VijMahhi) May 7, 2022
ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને હું ફરી કેમેરાનો સામનો કરવા ઉત્સુક છું.” એક્ટર જય ભાનુશાળી અને માહી વિજ ૨૦૧૯માં તારાના પેરેન્ટ્સ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, જય ભાનુશાળી અને માહી વિજની દીકરી તારાનો જન્મ ઓગસ્ટ ૨૦૧૯માં થયો છે. તારા જય-માહીનું પહેલું સંતાન છે. વર્કફ્રંટની વાત કરીએ તો જય હાલ ‘ડીઆઈડી લિટલ માસ્ટર્સ ૫’માં હોસ્ટ તરીકે જાેવા મળે છે. જ્યારે માહી છેલ્લે ટીવી શો ‘લાલ ઈશ્ક’માં જાેવા મળી હતી. ફેન્સ આતુરતાથી માહીના કમબેકની રાહ જાેઈ રહ્યા છે.SSS