અભિનેત્રી મૌની રોયે લગ્નમાં ઘટાડી મહેમાનોની સંખ્યા
મુંબઈ, મૌની રોય અને સૂરજ નામ્બિયાર ૨૭મી જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાવાના છે. કપલની મુલાકાત ૨૦૧૯માં ન્યૂ યરના દિવસે દુબઈના નાઈટ ક્લબમાં થયા હતી. જાે કે, દેશભરમાં કોવિડ-૧૯ના કેસોમાં થયેલા વધારાએ મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્નને પણ થોડા પ્રભાવિત કર્યા છે.
મૌનીના લગ્નમાં મહેમાનોની સંખ્યા ઘટાડીને ૫૦ કરી દેવામાં આવી છે, તેણે ઈન્ડસ્ટ્રીના મિત્રોને લિસ્ટમાંથી કટ કર્યા છે. આ સિવાય એક્ટ્રેસે મહેમાનોને તેમના આરટીપીસીઆર રિપોર્ટ સબમિટ કરાવવા માટે પણ કહ્યું છે. ગોવામાં યોજાનારા લગ્નમાં જેમને આમંત્રણ નથી આપી શકી તેના માટે મૌની રોય બાદમાં મુંબઈમાં રિસેપ્શ યોજશે.
લગ્નમાં ભલે ઓછા લોકોને બોલાવ્યા હોય પરંતુ સેલિબ્રેશન ધામધૂમથી થશે. આવતા અઠવાડિયે ગોવા જતા પહેલા બંનેનો પરિવાર હાલ સંગીત પાર્ટી માટે ડાન્સ રિહર્સલ કરી રહ્યો છે. લગ્ન માટે ગોવા કેમ પસંદ કર્યું તેનો પણ ખુલાસો થયો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ‘મૌની રોય અને સૂરજ નામ્બિયાર હંમેશાથી તેમના લગ્ન પ્રાઈવેટ રહે તેમ ઈચ્છતા હતા. ગોવા તેમની ફેવરિટ જગ્યા હોવાથી તેમણે તેના પર પસંદગી ઉતારી હતી. મૌની અને સૂરજના લગ્ન ગોવાના હિલ્ટન રિસોર્ટમાં થવાના છે’. ગયા મહિને મૌની રોયે તેની ખાસ ફ્રેન્ડ્સ સાથે ગોવામાં બેચલરેટ પાર્ટી કરતી હતી.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, મૌની રોય છેલ્લે વેલ્લેમાં જાેવા મળી હતી. આ સિવાય તે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળવાની છે. જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને ડિમ્પલ કપાડિયા પણ લીડ રોલમાં છે. પોતાની અપકમિંગ ફિલ્મો વિશે વાત કરતાં, મૌની રોયે જણાવ્યું હતું કે ‘હું કેટલાક રસપ્રદ પ્રોજેક્ટમાં કામ કરી રહી છું. જેની એક બાદ એક જાહેરાત કરવામાં આવશે’.SSS