અભિનેત્રી મૌની રોય બ્લેક આઉટફિટમાં લાગી રહી છે મોહક
મુંબઇ, મૌની રોય ટ્રેડિશનલ તથા વેસ્ટર્ન તમામ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગે છે. મૌની રોયને ટીવી અને બોલીવુડની પ્રખ્યાત, સ્ટનિંગ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંથી એક ગણવામાં આવે છે. મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે. મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી વાર ફોટોઝ અને વિડીયોઝ શેર કરે છે. તેણે હમણા જ કાળા રંગના કપડામાં પોતાના ખૂબ જ સુંદર ફોટોઝ શેર કર્યા છે.
મૌની રોય મંગળવારે બપોરે ખાર શહેરમાં જાેવા મળી હતી. મૌની રોય કાળા કલરના ક્રોપ ટોપ અને સ્કર્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મૌની રોય પોતાની ડ્રેસિંગ સેન્સથી ફેન્સને હંમેશા ઈમ્પ્રેસ કરે છે. મૌની રોય પોતાના લુક્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને પોતાની સ્ટાઈલિશ અદાઓથી ફેન્સનું દિલ જીતી રહી છે. મૌની રોય બ્લેક અવતારમાં અલગ અલગ અને સુંદર પોઝ આપી રહી છે.
આ ગ્લેમરસ અવતારમાં મૌની રોય બોલ્ડ અને બ્યુટીફૂલ લાગી રહી છે. હાઈ વેસ્ટ બ્લેક સ્કર્ટ અને ક્રોપ ટોપની સાથે સ્ટાઈલિશ ગોગલ્સમાં મૌની રોય ખૂબ જ સુંદર લાગી રહી છે. મૌની પિંક લિપ શેડ સાથે મિનિમલ મેકઅપ લુક અને ખુલ્લા વાળ સાથે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
મૌની રોયે આ બ્યુટીફૂલ લુક ખૂબ જ શાનદાર રીતે કેરી કર્યો છે. નાગિન સીરિયલમાં અદભુત અભિનય કરીને મૌની રોય ખૂબ જ ફેમસ બની ગઈ છે. મૌની રોય ખાર શહેરમાં સ્પોટ થતા કેમેરામેનને અલગ અલગ પોઝ આપ્યા હતા. મૌની રોયે અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડથી બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું.
હાલ મૌની રોય રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં મુખ્ય ભૂમિકા ભજવતી જાેવા મળશે. ૨૭ જાન્યુઆરીના રોજ મૌની રોય ગોવાના હિલ્ટન રિસોર્ટમાં સૂરજ નાંબિયાર સાથે લગ્નનાં બંધનમાં બંધાઈ હતી. મૌની રોયના ગ્લેમરસ અવતારથી તેમના ફેન્સ તેમના દીવાના થઈ ગયા છે.SSS