Western Times News

Gujarati News

અભિનેત્રી મૌની રોય Oops મોમેન્ટનો શિકાર બની

મુંબઈ, ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ મૌની રોય હાલમાં જ મુંબઈમાં ટી-સીરીઝની ઓફિસની બહાર જાેવા મળી હતી. આ દરમિયાન મૌની ગ્રીન રંગનો ફ્લોરલ હોલ્ટર મેક્સી ડ્રેસ પહેરીને આવી હતી. મૌની આ આઉટફિટમાં આકર્ષક લાગતી હતી અને તેણે મીડિયાના ફોટોગ્રાફર્સ સાથે વાતો કરતાં કરતાં પોઝ પણ આપ્યા હતા.

જાેકે, આ ડ્રેસના કારણે મૌની ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ હતી અને તેનો વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ટ્રોલ કરી હતી. બોલ્ડ અને સ્ટાઈલિશ અવતાર માટે જાણીતી એક્ટ્રેસ મૌની રોયને હાલમાં જ તેના ડ્રેસે દગો આપ્યો હતો. મૌની રોય હોલ્ટર ડ્રેસમાં મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપી રહી હતી પરંતુ વારંવાર તે ડ્રેસનો સરખો કરતી જાેવા મળી હતી. ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા બાદ મૌની દોડીને પોતાની ગાડીમાં બેસવા ગઈ હતી. એ વખતે જ તે ‘ઉપ્સ મોમેન્ટ’નો શિકાર બની હતી.

મૌનીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે યૂઝર્સ મૌનીને ટ્રોલ કરવાની સાથે જાતજાતની સલાહ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, એક તરફ વાળથી ઢાંકી લીધું પણ બીજી બાજુથી આ લોકો આવા ડ્રેસમાં કમ્ફર્ટેબલ નથી તો પછી પહેરે છે કેમ?” અન્ય એક યૂઝરે લખ્યું, તે આ ડ્રેસમાં સહેજ પણ કમ્ફર્ટેબલ નહોતી લાગતી અથવા તો તેને ખબર નથી કે આવા ડ્રેસ કેવી રીતે પહેરવા.”

બીજા કેટલાક યૂઝર્સે લખ્યું કે, ‘વારંવાર ખેંચવા પડે એવા ડ્રેસ શું કામ પહેરવા જાેઈએ? વળી, એક યૂઝરે તો આ ભારતની સંસ્કૃતિ છે, તેમ કહીને સવાલ ઉઠાવ્યો હતો. જણાવી દઈએ કે, મૌની સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. અવારનવાર તે પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. મૌનીનો હોટ લૂક ઘણીવાર ચર્ચાનું કારણ બને છે.

થોડા દિવસ પહેલા જ મૌનીએ બિકીનીમાં તસવીરો શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઈ હતી. નાગિન સીરિયલ દ્વારા મૌનીને અપાર પ્રસિદ્ધિ મળી હતી. લાંબા સમય સુધી ટેલિવિઝનમાં કામ કર્યા બાદ મૌનીએ અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘ગોલ્ડ’ દ્વારા બોલિવુડ ડેબ્યૂ કર્યું હતું. મૌનીએ રાજ કુમાર રાવ સાથે ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’માં કામ કર્યું હતું. આ સિવાય તે ફિલ્મ ‘રોમિયો અકબર વોલ્ટર’માં જાેવા મળી હતી. હવે મૌની અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લીડ રોલમાં છે જ્યારે અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા અને નાગાર્જુન અક્કીનેની મહત્વના રોલમાં જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.