અભિનેત્રી યામી ગૌતમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક
મુંબઇ, બોલીવુડ એક્ટ્રેસ યામી ગૌતમ હાલ પોતાની ફિલ્મ દસવીના પ્રમોશનમાં વ્યસ્ત છે. પરંતુ આ દરમિયાન એવું લાગી રહ્યું છે કે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ કદાચ હેક થઈ ગયુ છે. રવિવારે યામી ગૌતમે પોતાના ફેન્સને આ વાતની જાણકારી ટિ્વટર પર ટિ્વટ કરીને આપી હતી.
તેણે કહ્યું કે, તેનું ઓફિશિયલી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક અસામાન્ય ગતિવિધીઓ થઈ છે. યામી ગૌતમના ફેન્સ અને ફોલોઅર્સ તેની દરેક એક્ટિવિટીથી અપટેડ રહેતા હોય છે. આ દરમિયાન એક્ટ્રેસે પોતાના એકાઉન્ટ પર કંઈક અજીબ અપડેટ જાેયુ અને એટેલા માટે તેણે તમામ લોકોને સાવધાન કરતા ટિ્વટ કર્યુ હતુ.
યામી ગૌતમે ટિ્વટમાં લખ્યું કે, નમસ્તે, આ તમને સૂચના આપવા માટે છે કે હું ગઈ કાલથી મારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝ કરવામાં અસમર્થ છું. કદાચ તે હેક થઈ ગયુ છે. આ જલ્દીથી વ્યવસ્થિત થઈ જાય એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ દરમિયાન મારા એકાઉન્ટ પરથી કોઈ અસામાન્ય ગતિવિધી નજરે પડે તો મહેરબાની કરીને એનું ધ્યાન રાખજાે. આભાર. એક એક્ટિવ ઈન્સ્ટાગ્રામ યૂઝર હોવાથી યામી ગૌતમનું ફેન ફોલોઈંગ લિસ્ટ લાંબુ છે. અપડેટ પોસ્ટ કર્યાના થોડા સમય બાદ ફેન્સે એના પર તપાસ કરવા માટે કેટલીક કોમેન્ટ્સ પણ કરી હતી.
યામી ગૌતમની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ બે દિવસ પહેલાંની હતી. આ પોસ્ટમાં યામી ગૌતમે તેની આગામી ફિલ્મનું એક ગીત શેર કર્યુ હતુ. આ દરમિયાન યામી ગૌતમ પોતાની આગામી ફિલ્મ દસવીને લઈને તડામાર તૈયારીઓ કરી રહી છે.
આ ફિલ્મમાં યામી ગૌતમ અભિષેક બચ્ચન અને નિમરત કૌર સાથે સ્ક્રીન શેર કરતી નજરે પડશે. આ સિવાય યામી ગૌમત અનિરૂદ્ધ રોય ચૌધરીની ફિલ્મ લોસ્ટમાં પણ નજરે પડશે. ઉપરાંત યામી ગૌતમને ઓહ માય ગોડની સિક્વલ માટે પણ પસંદ કરવામાં આવી છે.SSS