અભિનેત્રી યામી ગૌતમે બહેન સુરીલીના વખાણ કર્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Yami-gutam.jpeg)
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમએ ૪ જૂનનાં લગ્નની ખબર આપી ફેન્સને ચોકાવી દીધા હતાં. તેણે ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકનાં ડિરેક્ટર આદિત્ય ધર સાથે સાત ફેરા લઇ લીધા છે. યામીએ ફેન્સને તેનાં લગ્નની ખબર સોશિયલ મીડિયા દ્વારા આપી છે. લગ્ન બાદ હાલમાં યામી પતિ આદિત્ય ધરની સાથે હિમાચલ પ્રદેશથી મુંબઇ પરત આવી છે. હવે યામી ગૌતમે બહેન સુરીલી સાથેની તેનાં લગ્નની એક તસવીર શેર કરી છે જેમાં તે બહેનને વન મેન આર્મી કહેતી નજર આવે છે.
તેણે મને એક મિનિટ માટે પણ ગભરામણ કે ચિંતા નથી અનુભવવા દીધી. ફોટો શેર કરી યામી ગૌતમે બહેન માટે લાંબી પોસ્ટ લખી છે અને તેનાં વખાણ કર્યા છે. તેણે લખ્યું છે કે, બહેન સુરીલી સાથે મળી શહેરમાં કડક લોકડાઉનની વચ્ચે લગ્ન અને શોપિંગ કરી તેણે મને ટ્રેડિશનલ લૂક આપવામાં ઘણી મદદ કરી છે. યામીએ પોસ્ટમાં લખ્યું છે કે, એક કલાકની અંદર ખરીદી કરવા માટે દોડવાથી (મારો મતલબ છે લગ્નની ખરીદી) થી લઇ એક કલાકની અંદર (કારણ કે શહેરમાં લોકડાઉન હતું) મારા વાળને સ્ટાઇલ કરવા અને તેમાં સુંદર પારંપરિક લૂક અપવામાં મદદ કરી
તેમજ જે હું હમેશાંથી ઇચ્છતી હતી તે સૌથી મહત્વપૂર્ણ ઓજસની સાથે તેનાં જાેક્સ અને મજાકથી મારું સતત મનોરજંન કરતી રહી. અને મને એક મિનિટ માટે ગભરામણ કે ચિંતા અનુભવવા નહોતી દીધી. યામી વધુમાં લખે છે કે, અમારી અંતહીન લિસ્ટ બનાવવી, ચા પીવાથી લઇ સ્વાદિષ્ટ પકવાન બનાવવા (ઘરનાં દૂધની કેક સહિત) અને ઘણી અન્ય વસ્તુઓ બનાવવા સુધી એક એવો પરિવાર જે કોઇ શરત વગરનો પ્રેમ હોય ,મજબૂત મધ્યમવર્ગીય મૂળ અને પરંપરાઓ મને ભાગ્યશાળી અનુભવ કરાવે છે. અને હમેશાં આ ગુણોને દુનિયાની કોઇપણ વસ્તુથી હું ઉપર સમજીશ.
આ પ્રેમ અને સન્માન માટે આભાર આપને જણાવી દઇએ કે, યામી ગૌતમે આ મહિનાની શરૂઆતમાં આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે અને હાલમાં જ તે મુંબઇ પરત આવી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો યામી ગૌતમ સૈફ અલી ખાન જેક્લિન ફનાર્ન્ડિસ અને અર્જુન કપૂરની સાથે તે ‘ભૂત પોલીસ’માં નજર આવશે. આ ઉપરાંત તે અભિષેક બચ્ચનની સાથે ‘દસવી’ ફિલ્મ પણ કરી રહી છે.