Western Times News

Gujarati News

“પુષ્પા”ની શ્રીવલ્લીએ 78 હજારની કોડાવા સાડીમાં તસવીરો શેર કરી

મુંબઇ, રશ્મિકા મંદાનાએ હાલમાં જ આ તસવીર શેર કરી જેમાં તે કોડાવા સાડી પહેરેલી જાેવા મળી રહી છે. બ્લુ કલરની બોર્ડર સાડી અને ફ્લોરલ ડિઝાઈનવાળા સ્લીવલેસ બ્લાઉઝમાં રશ્મિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણીનો દેખાવ બધી બાજુઓથી આકર્ષક લાગે છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, અભિનેત્રીની આ સાડી જાણીતા ફેશન ડિઝાઇનર નિકિતા ગુજરાલના કલેક્શનની છે અને તેની કિંમત લગભગ ૭૭, ૫૦૦ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

કોડાવા જ્યોર્જેટ સાડીની આ તસવીરને થોડા કલાકોમાં ૨.૫ મિલીયન એટલે કે, ૨૫ લાખથી વધુ લોકોએ જાેઈ છે. તેના ટ્રેડિશનલ સાથે મોડર્ન લુકને ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે, જેમાં તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટની પ્રશંસા કરવામાં આવી રહી છે.

તાજેતરના ફોટામાં, રશ્મિકાએ વાદળી સ્ટોન્સ ઇયરિંગ્સ અને સેમ પેટર્નની રિંગ પહેરી છે. સિમ્પલ મેકઅપ અને ઓપનર હેરમાં અભિનેત્રી અદભૂત લાગી રહી છે. જણાવી દઈએ કે, આ રીતે રશ્મિકાએ તેની ફિલ્મ અડવલ્લુ મીકુ જાેહરલુના પ્રેસમાં જાેડાઈ હતી. રશ્મિકાની આ તસવીરો પણ ઘણી પસંદ કરવામાં આવી હતી, જેને પહેરીને તે અલ્લુ અર્જુન સાથે પુષ્પા ફિલ્મને પ્રમોટ કરવા આવી હતી.

તસવીરમાં અભિનેત્રી ફિગર ફ્લોન્ટ કરતી જાેવા મળી હતી, કારણ કે આ ટોપની ડિઝાઈનર નેક ખૂબ જ ડીપ હતી. તેને મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યું હતું. રશ્મિકા માત્ર અભિનય જ નહીં પરંતુ તેની ફેશન સેન્સથી પણ લોકોનું ધ્યાન ખેંચે છે અને દરેક તસવીરમાં તે અલગ ગેટઅપમાં જાેવા મળે છે. રશ્મિકા વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, સ્પોર્ટી હોય કે કેઝ્‌યુઅલ તમામ પ્રકારના આઉટફિટ્‌સમાં ધમાલ મચાવે છે.

આ જ કારણ છે કે પુષ્પાની રિલીઝના ઘણા સમય પહેલા તેને નેશનલ ક્રશનો ટેગ મળી ગયો છે. રશ્મિકા મંદન્ના ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે મિશન મજનૂમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમાન્સ કરતી જાેવા મળશે અને ગુડબાયમાં અમિતાભ બચ્ચન સાથે રોમાન્સ કરતી જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.