અભિનેત્રી શમતા અંચને બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા
અભિનેત્રીએ એવરેસ્ટ શોમાં અંજલી સિંહ રાવતનો રોલ કર્યો હતો શમતાનો રોલ દર્શકોમાં ખાસ્સો લોકપ્રિય થયો
મુંબઈ, આશુતોષ ગોવારીકરની સીરિયલ એવરેસ્ટમાં લીડ રોલ કરનારી એક્ટ્રેસ શમતા અંચનને આજે પણ તેના ગોર્જિયસ લૂક્સ માટે યાદ કરવામાં આવે છે. શમતાએ આ શોમાં અંજલી સિંહ રાવતનો રોલ કર્યો હતો. શમતાનો રોલ દર્શકોમાં ખાસ્સો લોકપ્રિય થયો હતો. બાદમાં શમતા બિન કુછ કહે સીરિયલમાં જાેવા મળી હતી.
જાે કે, શમતાને કરિયરની સૌથી મોટી સફળતા ગયા વર્ષે ૨૦૨૦માં મળી. તેણે રજનીકાંતની ફિલ્મ દરબારમાં ભૂમિકા ભજવી હતી. શમતાના ફેન્સ માટે ખુશ ખબર છે. શમતાએ લગ્ન કરી લીધા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, શમતાએ બોયફ્રેન્ડ ગૌરવ વર્મા સાથે લગ્ન કર્યા છે. શમતા અંચનના લગ્નની તસવીરો અને વિડીયો સામે આવ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ, શમતાએ ૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ પોતાના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા છે. શમતા અને અંચનના લગ્નની પુષ્ટિ શો એવરેસ્ટના કો-સ્ટાર સાહિલ સલાથિયા અને રોહન ગંડોત્રાએ કરી છે. બંને કલાકારોએ ઈન્સ્ટાગ્રામ પર દુલ્હનની સાથેની તસવીર શેર કરી છે.
રોહને તસવીરો શેર કરતાં લખ્યું, હવે મિસસ વર્મા બની ગઈ છે. અભિનંદન ગૌરવ અને શમતા. લગ્નનમાં શમતાએ લાલ રંગની બોર્ડરવાળી સાડી પહેરી હતી.
સાથે જ ગોલ્ડન જ્વેલરી પહેરી હતી. સાઉથ ઈન્ડિયન બ્રાઈડ તરીકે તેનો લૂક ખૂબ જ સુંદર હતો. શમતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીર શેર કરતાં એક્ટ્રેસ લખ્યું, હંમેશનું વચન આ તસવીરમાં કપલ લગ્નની કોઈ વિધિ કરતું જાેવા મળી રહ્યું છે અને તેમના ચહેરા પર એકમેકનો સંગાથ પામવાની ખુશી છે.