અભિનેત્રી શમિતા શેટ્ટી પરિવારને યાદ કરીને રડી
મુંબઈ, સન્ડે કા વાર એપિસોડમાં રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી એકબીજાથી જાણે દૂર હટી જ નહોતા શકતા. આજકાલ ‘બિગ બોસ ઓટીટીના ઘરમાં શમિતા અને રાકેશની વધી રહેલી નિકટતા ખાસ્સી ચર્ચામાં છે. એવામાં બિગ બોસ તરફથી ટાસ્ક પણ મજેદાર આપવામાં આવ્યો હતો. ઘરના પુરુષ સભ્યોને પોતાની કનેક્શનની વિશેષ કાળજી રાખવાનો ટાસ્ક આપ્યો હતો. ત્યારે શમિતાને ખુશ કરવામાં રાકેશે કશું જ બાકી ના રાખ્યું.
સૌથી પહેલા રાકેશ બાપટે શમિતા શેટ્ટીના નખ સાફ કર્યા અને પછી તેના ફૂટ અને પગમાં મસાજ આપવાનું ચાલુ રાખ્યું. ‘સંચાલક’ દિવ્યા અગ્રવાલ આ જાેડીને જાેઈને ખુશ થઈ હતી અને તેણે કહ્યું કે, તે આ બંનેને એકલા રહેવા દેવા માગે છે. રાકેશ દ્વારા આપવામાં આવી રહેલા મસાજ દ્વારા શમિતાને ખૂબ રાહત મળી અને તે બોલી ઉઠી, ‘સ્વર્ગમાં હોઉં એવી અનુભૂતિ થાય છે.
બાદમાં રાકેશે શમિતા માટે સ્વાદિષ્ટ ડિનર તૈયાર કર્યું હતું, જે તેણીને ખૂબ પસંદ આવ્યું. રાકેશ અને શમિતાએ રોમેન્ટિક સોન્ગ પર ડાન્સ કરતાં દિવ્યાએ તેમને ગળાડૂબ પ્રેમમાં હોવાનો ટેગ આપી દીધો. રવિવારના એપિસોડમાં શોના હોસ્ટ કરણ જાેહરે પણ શમિતા અને રાકેશને ચીડવ્યા હતા. બંનેને કેમેસ્ટ્રી જાેઈને કરણ ટિપ્પણી કરતાં પોતાની જાતને રોકી ના શક્યો. કરણે રાકેશને પૂછ્યું કે, શમિતા હોટ છે?
ત્યારે તેણે કહ્યું, “સર, બહુ હોટ છે. તે ખૂબસૂરત છે, હોટ છે, કાળજી રાખનારી અને ઉત્તમ વ્યક્તિ છે.” આ સાંભળીને શમિતા શેટ્ટી શરમાઈ ગઈ અને તેણે કહ્યું, ‘કરણ આ શરમમાં મૂકનારું છે. કરણ આટલેથી ના અટક્યો. શમિતાએ રાકેશને કહ્યું હતું કે, વ્હાઈટ કુર્તામાં તે ક્યૂટ લાગે છે.
જે બાદ શમિતાએ તેની પાસેથી કિસ માગી હતી. કરણે આ વાતનો ઉલ્લેખ કરતાં શમિતાને રાકેશ વિશે પૂછ્યું ત્યારે એક્ટ્રેસે કહ્યું, “હવે મને લાગે છે કે જમીનમાં ખાડો ખોદીને તેમાં છુપાઈ જવું જાેઈએ.” શમિતાએ આગળ વિસ્તારથી જવાબ આપતા કહ્યું, “તેણે કેટલીક મતલબી વાતો કરી હતી અને માટે મેં તેની પાસે કિસ માગી હતી.” જાેકે, કરણે શમિતાની વાત કાપી નાખતા કહ્યું, ‘સ્કૂલના પ્રિન્સિપાલને ન શીખવીશ કે એ વાક્યનો અર્થ શું થાય છે.’ શમિતા અને રાકેશની જાેડી સૌને પસંદ આવી રહી છે ત્યારે કરણે પણ તેમની મજા લીધી હતી.SSS