અભિનેત્રી શમિતા શેટ્ટી પર અફસાના ખાન વિફરી
મુંબઈ, બિગ બોસ ૧૫ના ઘરમાંથી બહાર થયેલી પંજાબી સિંગર અફસાના ખાને શમિતા શેટ્ટી પર શાબ્દિક હુમલો કર્યો છે. શમિતા શેટ્ટીથી અફસાના ખાન એટલી નારાજ છે કે, તેણે તેને પોતાના ‘પગની મોજડી’ કહી દીધી છે.
અફસાનાએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે ‘બિગ બોસ ૧૫’ના મેકર્સ પર ચેનલ સાથે કનેક્શન ધરાવતા લોકોને સપોર્ટ કરવાનો આરોપ મૂક્યો છે. જણાવી દઈએ કે, બિગ બોસ ૧૫ના ઘરમાં શમિતા શેટ્ટી અને અફસાના ખાન વચ્ચે મોટો ઝઘડો થયો હતો.
લડાઈ એટલી હદે વણસી ગઈ હતી કે અફસાનાએ પોતાને નુકસાન પહોંચાડવા માટે હાથમાં ચપ્પુ લીધું હતું. ‘બિગ બોસે’ અફસાનાને ચેતવણી આપતાં કહ્યું હતું કે, તેના અથવા શમિતામાંથી કોઈ એક જ ઘરમાં રહેશે. આ દરમિયાન અફસાનાને પેનિક અટેક પણ આવ્યા હતા. એ વખતે બિગ બોસે તેને કન્ફેશન રૂમમાં બોલાવી અને ત્યાં જ શોની બહાર કરી હતી.
હવે અફસાના ખાન મીડિયા સામે આવી છે અને તેણે શોના મેકર્સથી માંડીને શમિતા શેટ્ટી સુધી સૌના પર વાક્પ્રહાર કર્યા છે. સોશિયલ મીડિયા પર અફસાનાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે કહે છે કે, “શમિતા સાથે મારી દુશ્મની ખૂબ વણસી છે. હું જેને પ્રેમ કરું છું તેને દિલથી કરું છું.
મારી દુશ્મની એટલી ખરાબ છે કે જાે હવે તે (શમિતા) મારી સામે આવી તો તેને છોડીશ નહીં. અફસાના આગળ કહે છે, “શમિતા શેટ્ટી ઘરમાં જે કંઈ પણ હોય પણ મારા માટે પગની મોજડી સમાન છે. તે જે બે આંગળીઓ બતાવે છે ને તેમાં ફ્રેક્ચર કરીને હું ચાર કરી દઈશ. તે ડરે છે.
શસનિતા આંટી સીધી આઉટ થવી જાેઈએ. તે જલદી બહાર આવે અને પોતાની સારવાર કરાવે. જણાવી દઈએ કે, અફસાના હાલ ચંડીગઢમાં છે અને પોતાના આગામી ગીતને પ્રમોટ કરી રહી છે. ‘બિગ બોસ ૧૫’માં અફસાનાની મિત્રતા કરણ કુંદ્રા સાથે ગાઢ બની હતી. તે કરણને ભાઈ માને છે. આ સિવાય રાજીવ અડાટિયા અને ઉમર રિયાઝ સાથે પણ તેના સંબંધ સારા હતા.
શમિતા સાથે અફસાનાનો ઝઘડો થયો ત્યારે સિંગરને પોતાનો પક્ષ મૂકવાનો મોકો ના આપવામાં આવ્યો. અફસાના બિગ બોસને કહેતી રહી કે તેને પણ બોલવાની તક મળવી જાેઈએ નહીં તો બહાર તેની છબિ ખરાબ દેખાશે. પરંતુ બિગ બોસે તેને તક ના આપી અને બહાર કરી દીધી.SSS