Western Times News

Gujarati News

અભિનેત્રી શમિતા શેટ્ટી રાકેશને જોઈને રડી પડી

મુંબઈ, બિગ બોસ ૧૫ના ઘરમાં હાલમાં જ ટીવી એક્ટર રાકેશ બાપટ અને સિંગર નેહા ભસીન વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે આવ્યા છે. રાકેશ અને નેહા ભસીનનો બિગ બોસ ૧૫ના ઘરમાં એન્ટ્રીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સામે આવેલા વિડીયોમાં શમિતા શેટ્ટી રાકેશ બાપટને જાેઈને ખૂબ ભાવુક થઈ હતી અને આંખમાં આંસુ આવ્યા હતા.

બિગ બોસ ૧૫ના ઘરમાં રાકેશ અને શમિતાના મિલનના વિડીયો પર હવે એક્ટરની પૂર્વ પત્ની રિદ્ધિ ડોગરાએ પ્રતિક્રિયા આપી છે. રિદ્ધિ ડોગરાએ રાકેશની બિગ બોસ ૧૫ના ઘરમાં એન્ટ્રીનો વિડીયો શેર કરતાં લખ્યું, સારી રીતે રમજે અને સારી રીતે રહેજે.” આ સાથે જ રિદ્ધિએ ફિંગર ક્રોસ્ડ અને નજર ના લાગે તેની ઈમોજી શેર કરી છે.

જણાવી દઈએ કે, રાકેશ બાપટ ગોરિલ્લા અવતારમાં ‘બિગ બોસ ૧૫’ના ઘરમાં આવ્યો હતો. તેણે માસ્ક ઉતાર્યું અને શમિતાને પાછળથી ભેટ્યો તેમજ કિસ કરી હતી. રાકેશને જાેઈને શમિતા ઈમોશનલ થઈ ગઈ હતી. એકબીજાને આલિંગન આપતી વખતે તેમણે ‘આઈ લવ યુ’ કહ્યું હતું. બિગ બોસ ૧૫ના ઘરમાં એન્ટ્રી કરતાં પહેલા રાકેશ બાપટે વાત કરી હતી.

શમિતા શોમાં એકલતા અનુભવતી હોવાથી રાકેશે ત્યાં જવાનો ર્નિણય લીધો છે. રાકેશે કહ્યું હતું હું શો જાેઈ રહ્યો છું અને તે દુઃખી લાગી રહી છે અને એકલતા પણ અનુભવે છે. ઓટીટીના કન્ટેસ્ટન્ટ્‌સ અલગ હતા. ઘણા કનેક્શન બન્યા હતા, જે આ ઘરમાં નથી થઈ રહ્યા.

અહીંયા, દરેક ગેમ અને માત્ર ગેમ રમી રહ્યા છે. તેણે કોઈની સાથે કનેક્શન બનાવ્યું નથી. અહીંયા, કોઈ એકબીજા સાથે કનેક્ટ થઈ રહ્યા નથી, તેઓ માત્ર ઝઘડી રહ્યા છે. ઘરમાં એવું કોઈ નથી જે સતત કોઈને સપોર્ટ કરી રહ્યું છે. દરેક કોઈ ટ્રોફી જીતવા માગે છે. દરેક રેસમાં છે.

જણાવી દઈએ કે, ‘બિગ બોસ ૧૫’ પહેલા બિગ બોસ ર્ં્‌્‌માં શમિતા અને રાકેશે ભાગ લીધો હતો. અહીં જ રાકેશ અને શમિતાની પહેલી મુલાકાત થઈ હતી અને મિત્રતા વધી હતી. શોમાંથી બહાર આવ્યા બાદ શમિતા અને રાકેશ ડેટ પર ગયા હતા અને એકબીજાને વધુ સારી રીતે જાણવાનો પ્રયાસ કર્યો હતો. રાકેશ અને શમિતા ધીરે-ધીરે નિકટ આવી રહ્યા છે. જાેકે, તેમણે સંબંધને વધુ આગળ વધારવા અંગે હાલ વિચાર્યું નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.