અભિનેત્રી શિરીન મિર્ઝાએ વિકીનો જૂનો વીડિયો શેર કર્યો
મુંબઈ, બોલિવૂડ એક્ટર વિકી કૌશલને હવે કોઈ ઓળખની જરુર નથી. વિકી કૌશલે પોતાના દમદાર અભિનયથી સાબિત કરી દીધું છે કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કરવા આવ્યો છે. વિકી કૌશલે પોતાના અભિનયના દમ પર આગવું સ્થાન મેળવ્યું છે. વિકી કૌશલે અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. તાજેતરમાં જ વિકી કૌશલનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે, જે જાેઈને કહી શકાય કે તે શરુઆતથી જ સારો અભિનેતા છે.
ટીવી એક્ટ્રેસ શિરીન મિર્ઝા વિકી કૌશલની મિત્ર છે. તેણે એક જૂનો વીડિયો શેર કર્યો છે, જે તેમના એક્ટિંગ સ્કૂલના દિવસોનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે. આ વીડિયોમાં વિકી કૌશલ અત્યંત પાતળો-દૂબળો જણાઈ રહ્યો છે. તેણે વાદળી રંગનો શર્ટ પહેર્યો છે અને ગળામાં ગમછો પણ નાંખ્યો છે.
વિકી કૌશલ ક્યૂટ પણ લાગી રહ્યો છે. વીડિયોમાં તેની સાથે અભિનેત્રી શિરીન મિર્ઝા પણ દેખાઈ રહી છે. તે બન્નેનો અભિનય જાેઈને લાગી રહ્યું છે કે તેઓ કોઈ કોમેટી એક્ટ માટે રિહર્સલ કરી રહ્યા હશે. ઉલ્લેખનીય છે કે શીરિન મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફેન્સ માટે એક સેશન રાખ્યો હતો જેમાં તેણે ફેન્સને પૂછ્યું હતું કે તેઓ શીરિનનો કયો ફોટો અથવા વીડિયો જાેવા માંગે છે. ફેન્સે શીરિનના લગ્નના, રુમના એવા વિવિધ ફોટોસ માંગ્યા હતા.
આ દરમિયાન કોઈ યુઝરે શીરિન પાસે વિકી કૌશલ સાથેનો ફોટો માંગ્યો હતો. શિરીન મિર્ઝાએ આ વીડિયો સ્ટોરીમાં શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, એક્ટિંગ સ્કૂલના દિવસો. આ સિવાય તેણે લખ્યું છે, આ પોસ્ટ માટે પહેલાથી જ હાથ જાેડી રહી છું અને તેણે વિકી કૌશલને ટેગ કર્યો છે.
વિકી કૌશલને પણ આ વીડિયો જાેઈને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા. તેણે સ્ટોરી શેર કરીને લખ્યું કે, Good Old Acting Days. ઉલ્લેખનીય છે કે વિકી કૌશલ અત્યારે ઈન્દોરમાં છે અને સારા અલી ખાન સાથે લક્ષ્મણ ઉતેરિયાની ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યો છે. સેટ પરથી આ બન્નેની અનેક તસવીરો સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ કાર્તિક આર્યન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ લુકા છુપીની સિક્વલ છે.
જાે કે, ફિલ્મને લગતી વધારે જાણકારી હજી સુધી સામે નથી આવી. વિકી પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય નીકાળીને પત્ની કેટરિના કૈફ સાથે પણ સમય પસાર કરી રહ્યો છે. તેમણે ઈન્દોરમાં લગ્નનો એક મહિનો સમાપ્ત થયો તેની ઉજવણી પણ કરી હતી. વિકી અને કેટરિનાએ પોતાની પ્રથમ લોહરી પણ સાથે ઉજવી હતી.
હવે કેટરિના મુંબઈ પાછી આવી છે. વિકી કૌશલ સારા અલી ખાન સાથેની આ ફિલ્મ સિવાય ગોવિંદા મેરા નામ, સેમ બહાદુર અન તખ્ત જેવી ફિલ્મોમાં પણ જાેવા મળશે.SSS