અભિનેત્રી શિલ્પાએ દીકરા સાથે કર્યું હોલિકા દહન
મુંબઇ, બોલિવુડના સેલિબ્રિટીઝ દરેક તહેવારને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. ગુરુવારે હોળીનું પર્વ હતું ત્યારે હોલિકા દહન કરીને સેલિબ્રિટીઝે જીવનમાંથી નકારાત્મકતાને હોમી દીધી હતી. શિલ્પા શેટ્ટી અને શ્વેતા બચ્ચન નંદાએ પોતાના ઘર આંગણે જ હોળી પ્રગટાવીને પૂજા કરી હતી.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શિલ્પા શેટ્ટીએ હોલિકા દહનની પૂજા કરતો વિડીયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે. જ્યારે અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલીએ પણ નાનાના ઘરે થયેલી હોલિકા દહનની પૂજાની ઝલક બતાવી છે.
શિલ્પા શેટ્ટીએ ઘરના આંગણામાં જ લાકડાં ગોઠવીને હોળી તૈયાર કરી હતી. જેને શિલ્પાએ જ પેટાવી હતી. હોલિકા દહનની પૂજામાં શિલ્પા સાથે તેનો દીકરો વિઆન પણ જાેવા મળી રહ્યો છે. શિલ્પા બાળપણથી જ પોતાના સંતાનોને ભારતીય સંસ્કૃતિ અને તહેવારોનું મહત્વ શીખવી રહી છે.
એટલે જ દરેક તહેવારમાં દીકરો વિઆન તેની સાથે જાેવા મળે છે. વિડીયોમાં શિલ્પા કેઝ્યુઅલ લૂકમાં જાેવા મળી રહી છે. શિલ્પાએ વિડીયો શેર કરતાં લખ્યું, ‘હોલિકા દહનમાં બધી જ નેગેટિવિટીને હોમી દો અને જિંદગી સત્કાર્યો માટે જીવો.
શિલ્પા શેટ્ટીના ઘરે જ તેની બહેન શમિતા શેટ્ટી અને બોયફ્રેન્ડ રાકેશ બાપટે હોળીની પૂજા કરી હતી. રાકેશ બાપટે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે અને શમિતા સૌને હોળીની શુભેચ્છા આપે છે. સાથે જ હોલિકા દહનની ઝલક પણ બતાવે છે.
રાકેશ અને શમિતાનો આ વિડીયો જાેઈને તેમના ફેન્સને રાહત થઈ હતી કારણકે થોડા દિવસ પહેલા જ કપલના બ્રેકઅપની અફવા ઉડી હતી. અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ પણ નાનાના બંગલામાં થયેલા હોલિકા દહનની ઝલક દેખાડી હતી.
નવ્યાએ મમ્મી શ્વેતાનો ફોટો શેર કરતાં લખ્યું ‘હેપી હોલિકા’. ફોટોમાં શ્વેતા બચ્ચન પ્રગટાવેલી હોળી સામે ઊભેલી જાેઈ શકાય છે અને તેના કપાળમાં ગુલાલથી તિલક પણ કરેલું દેખાય છે. હોળી પર ઘૂઘરા ખાવાનું ચલણ છે ત્યારે એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાનાં મમ્મીનો વિડીયો ઈન્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં તેઓ ઘૂઘરા બનાવતાં દેખાય છે. સિદ્ધાંતે વિડીયો શેર કરતાં લખ્યું, ‘મમ્મીના હાથના ઘૂઘરાવાળી હોળી. સૌને હોળીની શુભેચ્છા.’SSS