Western Times News

Gujarati News

અભિનેત્રી શિલ્પાએ મમ્મી સુનંદાને બેસ્ટફ્રેન્ડ ગણાવ્યા

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કંદ્રા એક એવી સોશિયલ મીડિયા યૂઝર છે જે નિયમિત તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેની મોટાભાગની પોસ્ટ તેના પતિ રાજ કુંદ્રા અથવા તેમના બાળકો વિશેની હોય છે. જાે કે, આજે તેણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મમ્મી સુનંદા શેટ્ટી સાથેની એક સુંદર તસવીર શેર કરી છે.

જેમાં મા-દીકરીની આ જાેડી લાલ કફ્તાનમાં ટિ્‌વનિંગ કરતી દેખાઈ રહી છે. શિલ્પા શેટ્ટીએ તસવીરની સાથે કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું છે કે, ક્રિસમસિંગ, ટિ્‌વનિંગ, ડ્રીમિંગ, વિનિંગ મારી પહેલી બેસ્ટ ફ્રેન્ડ અને દુનિયાની સૌથી બેસ્ટ મમ્મી સાથે મારા ડ્રીમ્સ શેર કરતાં મને ખુશી થઈ રહી છે.

આ તસવીર હંમેશા થોડી વધારે સ્પેશિયલ રહેશે કારણ કે આ અમારું સાથે પહેલું શૂટ હતું. તેણે એટલા માટે હા પાડી કારણ કે તેને કફ્તાન ગમ્યું. તેને રાજી કરવી કેટલી મુશ્કેલ છે તે જાેતા આ એક પ્રશંસા છે.

એક્ટ્રેસે આ સિવાય ઈન્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેનો દીકરો વિયાન અને પતિ પૂલમાં એન્જાેય કરતાં દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસની દીકરી સાથેની આ પહેલી ક્રિસમસ હશે.

જેનો જન્મ આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં સરોગસી દ્વારા થયો હતો. આપને જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી પોતાના પરિવાર સાથે ગોવામાં વેકેશન માણી રહી છે.

થોડા દિવસ પહેલા શિલ્પાએ નાની બહેન શમિતા શેટ્ટી સાથે એક બૂમરેંગ વીડિયો શેર કર્યો હતો અને આ વિશેની જાણકારી આપી હતી. આ સિવાય રાજ કુંદ્રાએ પણ એક તસવીર શેર કરી હતી જેમાં તેની દીકરી સમિષા સહિતના પરિવારના બાકીના સભ્યો જાેવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.