અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પુત્રી સમિષા એક વર્ષની થઈ
મુંબઈ: ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા બીજીવાર પેરેન્ટ્સ બન્યા હતા. શિલ્પા અને રાજ કુંદ્રાની દીકરી સમિષા શેટ્ટી કુંદ્રા આજે એક વર્ષની થઈ છે. દીકરીના પહેલા બર્થ ડે પર શિલ્પાએ દીકરીનો સુંદર વિડીયો શેર કર્યો છે.
વિડીયોમાં શિલ્પા શેટ્ટીની દીકરી મમ્મા બોલતી સાંભળવા મળે છે. વિડીયોની શરૂઆતમાં સમિષા ભાંખોડિયા ભરતી જાેવા મળે છે. ત્યારે શિલ્પા તેને મમ્મા બોલવાનું કહે છે. સમિષા પોતાની કાલીઘેલી ભાષામાં મમ્મી એવું કહે છે.
આ સાંભળીને શિલ્પા ખુશ થઈ જાય છે. વિડીયોમાં સમિષાની અનેક ન જાેયલી તસવીરો પણ જાેવા મળે છે. વિડીયો શેર કરતાં શિલ્પાએ લખ્યું, મમ્મા- તારા પહેલા બર્થ ડે પર તને આ શબ્દ બોલતી સાંભળવી મારા માટે સૌથી શ્રેષ્ઠ ગિફ્ટ છે. તારા પહેલા દાંતથી તારા પહેલા શબ્દ, પહેલી સ્માઈલ અને પહેલા ભાંખોડિયા સુધી દરેક માઈલસ્ટોન ખાસ છે
અને ઉજવવાનું કારણ છે. અમારી એન્જલને પહેલા બર્થ ડેની શુભકામના. ગયા વર્ષનો દરેક દિવસ ઢગલો ખુશીઓ, પ્રેમ અને પ્રકાશ અમારા જીવનમાં લાવ્યો છે. અમે સૌ તને ખૂબ પ્રેમ કરીએ છીએ. હું કામના કરીશ કે તને હંમેશા દરેક વસ્તુ વિપુલ પ્રમાણમાં મળે.
શિલ્પા શેટ્ટીની આ પોસ્ટ પર મહિપ કપૂર, નીલમ કોઠારી, પૂજા ધિંગરા, અનિતા હસનંદાની, શમિષા શેટ્ટી, તાહિરા કશ્યપ, કનિકા કપૂર સહિતના સેલેબ્સે શુભેચ્છા પાઠવીને સમિષા પર પ્રેમ વરસાવ્યો છે. શિલ્પાના પતિ રાજ કુંદ્રાએ પણ લાડલી દીકરીના પહેલા બર્થ ડે પર ખાસ વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં રાજ સમિષાને હીંચકા ખવડાવી રહ્યો છે.
સાથે જ બલ્લે બલ્લે કહે છે. ત્યારે સમિષા ભ્રુરુરુરુઆઆઆઆ કરે છે, આ સાંભળીને રાજ હસવા લાગે છે. વિડીયો શેર કરતાં રાજે લખ્યું, તે મમ્માની દીકરી હશે પરંતુ તેનામાં મારા પંજાબી જીન્સ છે. સમિષાની માસી શમિતા શેટ્ટીએ પણ તેની સાથેની બે તસવીરો લખીને લાંબુ કેપ્શન લખ્યું છે. શમિતાએ ભાણીને શુભેચ્છા આપતા લખ્યું, હેપી બર્થ ડે મારી નાનકડી રાજકુમારી. વિશ્વાસ નથી થતો કે તું એક વર્ષની થઈ ગઈ છે.