Western Times News

Gujarati News

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પરિવાર સાથે લોહરી ઉજવી

મુંબઈ: શિલ્પા શેટ્ટી દરેક તહેવાર ધામધૂમથી ઉજવે છે. તે સેલિબ્રેશનના વીડિયો પણ પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ વખતે તેના માટે દરેક તહેવાર ખાસ રહ્યા કારણ કે દીકરી સમિષાની સાથે તેણે પહેલીવાર સેલિબ્રેશન કર્યું.

ડોટર્સ ડે, દિવાળી અને ક્રિસમસ બાદ તેણે લોહરીની ઝલક દેખાડી છે. શિલ્પા શેટ્ટીએ પરિવાર સાથે લોહરી ઉજવી અને દરેકને વિશ પણ કર્યું. તેણે સેલિબ્રેશનનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે લખ્યું છે કે, ‘લોહરીના ખૂબ-ખૂબ વધામણા.

લોહરીની આગ બધી નકારાત્મકતાને બાળી નાખે અને તમામ માટે ખુશી, સમૃદ્ધિ અને પ્રેમ લાવે. તમને તમારા પરિવારને અમારા પરિવાર તરફથી લોહરીની શુભકામના. વીડિયોમાં શિલ્પા શેટ્ટીની સાથે તેનો પતિ રાજ કુંદ્રા, દીકરી સમિષા, દીકરો વિયાન, મમ્મી સુનંદા તેમજ સાસુ-સસરા જાેવા મળી રહ્યા છે.

પૂજા કર્યા બાદ શિલ્પા દીકરીને તાળીઓ પાડવાનું કહે છે તો સમિષા પણ મમ્મીની વાત માનીને તાળી પાડવા લાગે છે. શિલ્પા શેટ્ટીના ઘરે લોહરી પર ‘સરસો દા સાગ’ અને ‘મક્કે દી રોટી’ બનાવવામાં આવી હતી. જેની ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દેખાડી હતી. શિલ્પા શેટ્ટીએ આ સાથે અન્ય એક વીડિયો પણ શેર કર્યો છે અને ફેન્સને મકરસંક્રાંતિની શુભકામના પાઠવી છે.

જેમાં તેની સાથે તેની બહેન સમિતા પણ જાેવા મળી રહી છે. બંને મકરસંક્રાંતિની શુભકામના પાઠવ્યા બાદ એકબીજાને તલના લાડુ ખવડાવી રહી છે. આ વીડિયોની સાથે તેણે લખ્યું છે કે, ‘મકરસંક્રાંતિના આ શુભ પર્વના દિવસે, આપણા તમામના જીવનમાં સારા સ્વાસ્થ્ય અને શાંતિ માટેની પ્રાર્થના કરું છું. આપણા તમામના સપના આકાશમાં આજે જેટલા ઊંચા પતંગ ચગી રહ્યા છે એટલા ઊંચા ઊડે. કૃતજ્ઞતા સાથે શિલ્પા શેટ્ટી કુંદ્રા’. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ જાેવા મળે છે.

તેઓ પરિવારની ઝલક પણ ફેન્સને દેખાડતા રહે છે. એક્ટ્રેસે લાંબા સમય સુધી દીકરીનો ચહેરો છુપાવીને રાખ્યો હતો. પરંતુ હવે તે ફેન્સ સાથે તેની તસવીરો શેર કરે છે. હાલમાં શિલ્પાએ પતિ રાજ અને દીકરી સમિષાનો વીડિયો શેર કર્યો હતો. જેમાં બાપ-દીકરી બંને સૂર રેલાવતા અને જુગલબંધી કરતાં જાેવા મળ્યા હતા. ફેન્સને આ વીડિયો ખૂબ પસંદ આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.