અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પરિવાર સાથે ઘરે હોળી ઉજવી
મુંબઈ: બોલિવુડના વિવિધ સેલિબ્રિટીઝ આજે પોતાના ઘરે જ પરિવારજનો સાથે હોળી-ધૂળેટીનું પર્વ ઉજવી રહ્યા છે. ત્યારે દરેક તહેવાર ધામધૂમથી ઉજવતી શિલ્પા શેટ્ટીએ પણ પોતાના આખા પરિવાર સાથે રંગ પર્વ મનાવ્યું હતું. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શિલ્પા શેટ્ટીએ પોતાના ઘરના ગાર્ડનમાં રમાયેલી હોળીની તસવીરો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. શિલ્પાએ વિવિધ તસવીરો શેર કરી છે. જેમાં તે પતિ રાજ કુંદ્રા, દીકરી સમિષા, દીકરા વિઆન સાથે જાેવા મળી રહી છે.
રંગબેરંગી ફ્રોકમાં સમિષા ખૂબ જ ક્યૂટ લાગતી હતી. તેના ગાલ પરનું ગુલાલ માસૂમિયત ઓર વધારતું હતું. એક તસવીરમાં શિલ્પા સાથે પતિ અને બાળકો ઉપરાંત સાસુ-સસરા અને તેની મમ્મી પણ જાેવા મળી રહી છે. શિલ્પાએ આ તસવીરો શેર કરતાં લખ્યું, મારા ઈન્સ્ટાગ્રામ પરિવારને અમારા સૌ તરફથી હોળીની શુભકામના? શિલ્પા ઉપરાંત કરણ જાેહરે પણ પોતાના બંને બાળકો અને મમ્મી સાથે હોળી ઉજવી હતી. કરણના બાળકો રૂહી અને યશ હોળી માટે સફેદ કપડાંમાં તૈયાર થયા હતા. કરણે આ તસવીરો શેર કરતાં લખ્યું, ઓર્ગેનિક સુરક્ષિત ઉજવણી કરી. સૌને હોળીની શુભકામના. તહેવારના રંગ ગ્રે અને દુઃખી સમયને રંગોથી ભરી દે તેવી કામના. અક્ષય કુમારે પણ દીકરી નિતારા સાથેની એક તસવીર હોળીના પર્વ પર શેર કરી છે. અક્ષયે તસવીર શેર કરતાં લખ્યું,
“જે તમારો ભાગ હોય તેની સાથે તહેવાર ઉજવવા જેવી ખુશી બીજી કોઈ નથી. માધુરી દીક્ષિતે હોળી પર જૂની તસવીર શેર કરીને ફેન્સને શુભકામના આપી છે. માધુરીએ લખ્યું, “આ વર્ષ અલગ છે માટે આ વર્ષે હોળી ઉજવવા માટે મારો વર્ચ્યુઅલી સાથ આપો. તમારી હોળીની જૂની તસવીરો શેર કરો. મારો આ રહ્યો. હેપી હોલી.” અમિતાભ બચ્ચને પણ હોળી પર પોતાના યુવાનીના દિવસોની તસવીર શેર કરી છે. બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરતાં બિગ બીએ લખ્યું, “રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે. હોલી હૈ.
અભિષેક બચ્ચને પણ હોળીના તહેવારની જૂની તસવીર શેર કરી છે. જેમાં તે પત્ની ઐશ્વર્યા અને દીકરી આરાધ્યા સાથે જાેવા મળી રહ્યો છે. અભિષેકે લખ્યું, “વધુ સુરક્ષિત અને ચિંતામુક્ત દિવસોને યાદ કરું છું. સૌને હોળીની શુભકામના. આ સુંદર તહેવાર તમારા ઘરે રહીને ઉજવજાે. કોરોનાના કેસ વધી રહ્યા છે અને આપણે શિસ્તમાં રહેવું જરૂરી છે. ઘરે રહો ઘૂઘરા ખાવ, માતાપિતાના આશીર્વાદ લો અને પરિવારનું ધ્યાન રાખો. જણાવી દઈએ કે, હોળી પર વિવિધ સેલિબ્રિટીઝ પોતાની તસવીરો શેર કરીને ફેન્સને શુભકામના આપી રહ્યા છે.