અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ શમિતા પર ગર્વ વ્યક્ત કર્યો
મુંબઈ, બિગ બોસ ૧૫ના હાલના એક એપિસોડમાં કન્ટેસ્ટન્ટને તેમના પરિવાર સાથે વીડિયો કોલ દ્વારા વાત કરવાની તક આપવામાં આવી હતી. પરંતુ તેમા એક ટિ્વસ્ટ હતો. ફોન કોલ કરવા માટે કન્ટેસ્ટન્ટે પ્રાઈઝ મનીમાંથી કેટલીક રકમ ચૂકવવાની હતી. ઉમર રિયાઝ, પ્રતીક સહજપાલ અને રાજીવ અદાતિયાએ પૈસા આપવાનો ઓપ્શન લીધો હતો અને પરિવાર સાથે વીડિયો કોલ પર વાત કરી હતી.
બિગ બોસ ૧૫ના હોસ્ટ સલમાન ખાને શમિતા શેટ્ટીને તેના ર્નિણય વિશે પૂછ્યું હતું. એક્ટ્રેસ, કે જે આખા અઠવાડિયા દરમિયાન તેની લાગણીઓ સાથે લડી હતી અને તેની માતા સાથે વાત કરવા ઈચ્છતી હતી, પરંતુ તેણે આ તક જતી કરવાનું નક્કી કર્યું હતું. શમિતા શેટ્ટી એક મજબૂત કન્ટેસ્ટન્ટ છે અને તેણે તેની માતા સાથે વાત ન કરવાનું પસંદ કર્યું હતું.
તેણે કહ્યું હતું કે, ‘પ્રાઈઝ મની આ રીતે આપી દેવા માટે નથી. શમિતા શેટ્ટીના આ ર્નિણયથી એક્ટ્રેસ-બહેન શિલ્પા શેટ્ટી ખૂબ ગર્વ અનુભવી રહી છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા હેન્ડલ પર બહેનનો વીડિયો શેર કરીને તેના વખાણ કર્યા હતા. તેણે વીડિયોની સાથે લખ્યું હતું કે, ‘તે પરિસ્થિતિ અને તારી જાતને કેટલી સુંદરતાથી સંભાળી છે, તેના પર મને ગર્વ છે, મારી વ્હાલી ટુનકી. જે રીતે આપણો ઉછેર થયો છે, તેનાથી આપણને આપણી આસપાસના દરેક લોકોને મહત્વ આપવાની અને તેમના પ્રત્યે વિચારશીલ બનવાની ક્ષમતા મળી છે.
તમે નિઃસ્વાર્થપણે આટલો કઠોર પરંતુ પ્રામાણિક ર્નિણય લેતા જાેઈને મને ગર્વ થાય છે. લવ યુ મારી ડાર્લિંગ. પહેલા જ દિવસથી શમિતા શેટ્ટી પર ખૂબ જ પ્રેમ અને આદર વરસાવવામાં આવી રહ્યો છે.
શિલ્પા શેટ્ટી ખરેખર તેના ફેન્સના દિલમાં રાજ કરી રહી છે. શિલ્પા શેટ્ટીએ તેના મજબૂત મંતવ્ય અને શોમાં તેણે પોતાની જાતને જે રીતે સંભાળી છે તે માટે અગાઉ પણ તેના વખાણ કર્યા હતા. તે ઘણીવાર તેની ટુનકીને ચીયર કરતી રહે છે. શમિતા શેટ્ટી સિવાય નિશાંત ભટ્ટ, કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશે પણ તેમના પરિવાર સાથે વાત કરવાની તક જતી કરી હતી. સલમાન ખાન ખાસ આ ટાસ્ક માટે બિગ બોસ ૧૫ના ઘરની અંદર ગયો હતો.SSS