અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બર્થ ડે પર પરિવારે યોજ્યું ડિનર
મુંબઈ, બોલિવુડ ડીવા શિલ્પા શેટ્ટીનો ૪૭મો બર્થ ડે ખાસ રહ્યો. બુધવારે બર્થ ડે પર તેને એક નહીં પરંતુ બે-બે સરપ્રાઈઝ મળી. સૌથી પહેલા તો સાંજે તેની અપકમિંગ ફિલ્મ ‘નિકમ્મા’ના કો-સ્ટાર્સ અભિમન્યુ દાસાની અને શર્લી સેટિયા આખી ટીમ સાથે હાથમાં ‘બર્થ ડે ગર્લ’ના પોસ્ટર લઈને તેના ઘરે પહોંચ્યા હતા.
જ્યાં તેમણે ફિલ્મના ટાઈટલ સોન્ગ પર ડાન્સ પણ કર્યો હતો. ત્યારબાદ રાતે શિલ્પા શેટ્ટીના પરિવાર દ્વારા તેની જ રેસ્ટોરન્ટમાં સરપ્રાઈઝ ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરમન બાવેજા, આકાંક્ષા મલ્હોત્રા, રોહિણી ઐયર અને રોહિત રોય સહિતના ખાસ મિત્રોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીના બર્થ ડે સેલિબ્રેશનના અંદરના વીડિયો અને તસવીરો વાયરલ થઈ છે. ડિનર પાર્ટીમાં એક્ટ્રેસ બ્લેક કલરનો બોડીકોન ડ્રેસ પહેરીને પહોંચી હતી.
તેણે મિનિમલ મેકઅપ કર્યો હતો, લાઈટ જ્વેલરી પહેરી હતી અને મેચિંગ હીલ્સ સાથે લૂકને પૂરો કર્યો હતો. એક્ટ્રેસના ઈર્ંર્ંં્ડ્ઢમાં એટલી ગોર્જિયસ લાગતી હતી કે કોઈ ન કહી શકે તે, ૪૭ વર્ષની હશે અને બે દીકરાની મમ્મી હશે.
View this post on Instagram
એક્ટ્રેસના બર્થ ડે પર યમ્મી તેવી ટુ-ટાયર કેક લાવવામાં આવી હતી. જેના પર ફ્લાવરથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રાનો હાથ પકડીને કેક કટ કરી હતી, તેણે તેની સાથે બ્લેક કપડાંમાં ટિ્વનિંગ કર્યું હતું.
વીડિયોમાં ત્યાં હાજર ફ્રેન્ડ્સને બર્થ ડે સોન્ગ ગાતા સાંભળી શકાય છે. ઘણા મહિના બાદ આ વીડિયોમાં રાજ કુંદ્રાનો ચહેરો જાેવા મળ્યો હતો. ગયા વર્ષે જેલમાંથી બહાર આવ્યા બાદથી તે મોં છુપાવીને ફરતો હતો.
સેલિબ્રેશનની તસવીરો પણ સામે આવી છે. જેમાં શિલ્પા શેટ્ટીએ તેની ગર્લ ગેંગ સાથે પોઝ આપ્યા છે. પાર્ટીમાં એક્ટ્રેસને ફેશન મામલે કોઈએ ટક્કર આપી હોય તો તે તેની બહેન શમિતા શેટ્ટી હતી. જે નિયોન ગ્રીન આઉટફિટમાં આવી હતી.
શિલ્પા શેટ્ટીએ બુધવારે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘નિકમ્મા’ની ટીમે આપેલી સરપ્રાઈઝનો વીડિયો શેર કર્યો હતો. તેણે ઘરની બાલ્કનીમાં ઉભા રહીને પર્ફોર્મન્સ નિહાળ્યું હતું અને બધાને ત્યાં હાજર જાેઈને તેનું મોં ખુલ્લું રહી ગયું હતું. ત્યારબાદ તેણે કેક કટ કરી હતી અને બધાને ખવડાવી હતી.
શિલ્પા શેટ્ટીએ બર્થ ડે પર પોતાને એક ડબલ ડેકર વેનિટી વેન ગિફ્ટમાં આપી હતી. જેમાં કિચન અને યોગ ડેક છે. આ સિવાય વેનિટી વેનમાં ડ્રેસિંગ ટેબલ, લાઉન્જ એરિયા અને ફિટનેસના સાધનો સાથેનું ડેક પણ છે. ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ ફિટનેસ ફ્રિક છે ત્યારે વેનિટી વેન ખરીદતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખ્યું હતું.SS1MS