અભિનેત્રી શ્રદ્ધા આર્યા લગ્ન પછી મુંબઈ પાછી ફરી

મુંબઈ, કુંડલી ભાગ્ય ફેમ અભિનેત્રી શ્રદ્ધા આર્યાની ખુશીનું અત્યારે કોઈ ઠેકાણુ નથી. ૧૬મી નવેમ્બરના રોજ શ્રદ્ધા આર્યાએ દિલ્હીમાં નેવી ઓફિસર રાહુલ નાગાલ સાથે લગ્ન કર્યા. લગ્નની દરેક ઈવેન્ટમાં શ્રદ્ધા આર્યાએ મિત્રો સાથે ખૂબ મસ્તી કરી.
તેણે પોતાના દરેક ફંક્શનની મજા લીધી. મોડી રાતે શ્રદ્ધા આર્યા મુંબઈ પાછી આવી છે. લગ્ન પછી એરપોર્ટ પર તેની સુંદરતા જાેઈને તમામ લોકો ઈમ્પ્રેસ થઈ ગયા હતા. શ્રદ્ધા આર્યા અત્યંત ખુશ લાગતી હતી. તેણે ત્યાં હાજર મીડિયાકર્મીઓને પોઝ પણ આપ્યા.
તેણે શરમાઈને લાલ ચૂડા પાછળ ચહેરો પણ છુપાવ્યો. પરંતુ આ તમામ તસવીરોમાં લોકોનું સૌથી વધારે ધ્યાન શ્રદ્ધા આર્યાની રિંગે ખેંચ્યું. આ રિંગ સગાઈ વખતે રાહુલે તેને પહેરાવી હતી. ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા આર્યાની સાથે પતિ રાહુલ નાગલ જાેવા નહોતો મળ્યો. શક્ય છે કે કામની કોઈ કમિટમેન્ટને કારણે શ્રદ્ધા મુંબઈ આવી હોય.
શ્રદ્ધા આર્યાના ચહેરા પર બ્રાઈડલ ગ્લો સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો. તેને જાેઈને જ અંદાજાે લગાવી શકાય કે તે ઘણી ખુશ છે. લગ્નના ફંક્શનની જે તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તેના પરથી પણ કહી શકાય કે શ્રદ્ધા આર્યાએ લગ્નને ખૂબ એન્જાેય કર્યા છે.
નવી દુલ્હન શ્રદ્ધા આર્યા લગ્ન પછી પરંપરાગત અંદાજમાં જાેવા મળી. તેણે ગળામાં મંગળસૂત્ર પહેર્યુ હતું, હાથમાં લાલ ચૂડો પહેર્યો હતો અને આંગળીમાં હીરાની સુંદર રિંગ પહેરી હતી. પાપારાઝીએ શ્રદ્ધાને પોઝ આપવાની વિનંતી કરી.
પાપારાઝીએ શ્રદ્ધાને મહેંદી બતાવવાની વિનંતી પણ કરી. શ્રદ્ધા શરમાઈ પણ રહી હતી. ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા આર્યાએ લગ્ન સુધી પોતાના થનારા પતિને દુનિયાથી છુપાવીને રાખ્યો હતો. તેણે રાહુલ સાથેની એક પણ તસવીર શેર નહોતી કરી.
શ્રદ્ધા આર્યા ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય છે. તેણે સગાઈથી લઈને મહેંદી અને રિસેપ્શન સુધીની અનેક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. શ્રદ્ધાની વિદાયનો વીડિયો પણ ઘણો વાયરલ થયો છે. તે વિદાય વખતે પણ ખૂબ હસી રહી હતી.SSS