અભિનેત્રી શ્રદ્ધા કપૂર ફિલ્મમાં ઈચ્છાધારી નાગિન બનશે
મુંબઈ:સ્ત્રી અને છિછોરેમાં ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યા બાદ શ્રદ્ધા કપૂર હવે બોલિવુડમાં એક નવી ભૂમિકા ભજવવા જઈ રહી છે. જે ભારતીય લોકકથા પર આધારિત હશે. રિપોર્ટ્સ પ્રમાણે, શ્રદ્ધાએ ત્રણ ફિલ્મોની એક સીરિઝ સાઈન કરી છે, જેની સ્ટોરી ઈચ્છાધારી નાગિન પર આધારિત હશે. ફેન્સને હવે શ્રદ્ધા કપૂર એક ગ્લેમરલ નાગિનના રોલમાં જોવા મળશે. શ્રદ્ધા કપૂર પહેલા વૈજયંતીમાલા, રીના રોય, રેખા અને શ્રીદેવી પણ ફિલ્મોમાં નાગિનનો રોલ પ્લે કરી ચૂક્યા છે.
ફિલ્મને લઈને શ્રદ્ધા કપૂર ઘણી ઉત્સાહિત છે.
શ્રદ્ધા કપૂર પહેલા શ્રીદેવીએ ઈચ્છાધારી નાગિનના રોલવાળી બે ફિલ્મોની સીરિઝ નગીના અને નિગાહે કરી હતી. જેમાં તેમના નાગિનના રોલને લોકો આજે પણ યાદ કરે છે. ફિલ્મને લઈને શ્રદ્ધા કપૂર ઘણી ઉત્સાહિત છે. તેણે કહ્યું કે, નાગિનનો રોલ કરીને તે ખુશ થશે કારણ કે તેણ બાળપણમાં શ્રીદેવીને નાગિનના રોલમાં જોયા હતા અને હંમેશા તેવો રોલ કરવા માગતી હતી.
વિશા ફૂરિયા ડિરેક્ટ કરશે. જેમણે ૨૦૧૭માં પોપ્યુલર મરાઠી ફિલ્મ લપાછપી બનાવી હતી.
ફિલ્મનું નામ હજુ સુધી નક્કી થયું નથી પરંતુ તેને વિશા ફૂરિયા ડિરેક્ટ કરશે. જેમણે ૨૦૧૭માં પોપ્યુલર મરાઠી ફિલ્મ લપાછપી બનાવી હતી. ફિલ્મને નિખિલ દ્ધિવેદી પ્રોડ્યૂસ કરશે. ફિલ્મમાં લવ સ્ટોરીનો એન્ગલ પણ હશે. શ્રદ્ધા કપૂરના ઓપોઝિટમાં કોણ હશે તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.
ફિલ્મનું ટાઈટલ હાલ પૂરતું નાગિન રાખવામાં આવ્યું છે. જેને વિશાલ ફૂરિયા ડિરેક્ટ કરશે
ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે પણ આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. તેણે શ્રદ્ધાની તસવીર શેર કરીને લખ્યું છે કે, ‘આ ઓફિશિયલ છે. શ્રદ્ધા કપૂર ઈચ્છાધારી નાગિનનો રોલ કરવાની છે. ફિલ્મનું ટાઈટલ હાલ પૂરતું નાગિન રાખવામાં આવ્યું છે. જેને વિશાલ ફૂરિયા ડિરેક્ટ કરશે જ્યારે નિખિલ દ્ધિવેદી પ્રોડ્યૂસ કરશે. ચાહકો શ્રદ્ધા કપૂરની ફિલ્મ લઈને ઉત્સાહિત છે.