Western Times News

Gujarati News

અભિનેત્રી શ્વેતા તિવારીનો આજે ૪૧મો જન્મ દિવસ

મુંબઈ, ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ શ્વેતા તિવારીનો આજે જન્મ દિવસ છે. એકતા કપૂરનાં ટીવી શો ‘કસૌટી જિંદગી કીમાં પ્રેરણાનું કિરદાર અદા કરી ઘર ઘરમાં પ્રખ્યાત થઇ ગયેલી એક્ટ્રેસ શ્વેતા તિવારી શ્વેતા ગત દિવસોમાં રોહતિ શેટ્ટીનાં સ્ટંટ બેઝ રિયાલિટી શો ખતરો કે ખિલાડી માટે ચર્ચામાં હતી.

તો બીજી તરફ તે તેની પર્સનલ લાઇફ માટે પણ એટલી જ ચર્ચામાં રહે છે. પણ આ બધા ઉપરાંત એક વાત છે જેને કારણે તે ચર્ચામાં રહે છે અને તે છે તેની ફિટનેસ. આજે શ્વેતા તિવારીનો ૪૧મો જન્મ દિવસ છે. પણ તેની ફિટનેસ જાેઇ કોઇ અંદાજાે ન લગાવી શકે કે તે હવે ૪૧ વર્ષની થઇ ગઇ છે. ફિટનેસ મામલે શ્વેતા તિવારી આજ કાલ ટોપ એક્ટ્રેસિસને માત આપે છે. તો તેની તસવીરો પણ ઘણી જ ગ્લેમરસ છે. તો બીજી તરફ તેનાં પર્સનલ લાઇફની વાત કરીએ તો બે લગ્ન જીવનમાં ખરાબ અનુભવ બાદ હાલમાં શ્વેતા એકલી છે. તેને બે બાળકો છે.

દીકરી પલક અને દીકરો રેયાંશ. હાલમાં જ તેને કોર્ટ તરફથી ઓફિશિયલી દીકરાની કસ્ટડી મળી ગઇ છે. પૂર્વ પતિ અભીનવ કોહલી સાથેની તેની દીકરાની કસ્ટડી માટેની લડાઇમાં તે કેસ જીતી ગઇ છે. શ્વેતા તિવારીએ એક ટ્રાવેલ એજન્સીથી તેનાં કરિઅરની શરૂઆત કરી હતી. જે આજે ટીવી ઇન્ડસ્ટ્રીમાં મોટુ નામ બની ગઇ છે. ગત ઘણાં સમયથી શ્વેતા તેની પર્સનલ લાઇફમાં ઉતાર ચઢાવને કારણે ચર્ચામાં છે.

તેનાં પહેલાં લગ્ન રાજા ચૌધરી સાથે ૧૯૯૮માં થયા હતાં. જેનાંથી તેને એક દીકરી છે તેનું નામ પલક છે. શ્વેતા તિવારી તેનાં લગ્ન જીવનમાં ઘણાં મુશ્કેલ સમયમાંથી પસાર થઇ ચૂકી છે. જાેકે, તેણે આ તમામ મુશ્કેલીઓનો સામનો કર્યો તેણે હાર નહોતી માની.

શ્વેતા તિવારીનાં બીજા લગ્ન અભિનવ કોહલી સાથે વર્ષ ૨૦૧૩માં થયા હતાં. જેનાંથી તેને એક દીકરો છે તેનું નામ રેયાંશ છે. આ લગ્ન પણ લાંબુ ન ટકી શક્યાં અને તેઓ અલગ થઇ ગયા જાેકે તેમનો વિવાદ હજુ સુધી સમ્યો ન હતો. શ્વેતા તિવારીની આ તમામ તસવીરો તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.