અભિનેત્રી સના ખાન પતિ સાથે કાશ્મીર વેકેશન પર ગઈ
મુંબઈ: એન્ટરટેઇનમેન્ટની દુનિયાને અલવિદા કહી ચૂકેલી સના ખાને ૨૦ નવેમ્બરના રોજ ગુજરાતના મુફ્તી અનસ સૈયદ સાથે એક ખાનગી સમારોહમાં નિકાહ કર્યા હતા. ત્યારબાદથી સના ખાન સોશિયલ મીડિયા પર તેના લગ્નના ફોટા અને વિડીયો શેર કરી રહી છે. હવે તે પતિ સાથે વેકેશન પર રવાના થઈ છે અને સોશિયલ મીડિયા પર તેના વિશે માહિતી આપી છે. સના ખાન પોતાની મેરેજ લાઈફનો આનંદ માણી રહી છે અને તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ તેનો પુરાવો છે. સનાએ રવિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર તેના પતિ સાથેનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તમે જાેઈ શકો છો કે તે હૉલિડે પર જઇ રહી છે.
ત્યાં જ અન્ય એક વિડીયોમાં સના ખાન કહી રહી છે કે કાશ્મીરમાં બહુ ઠંડી છે. જેનાથી ખબર પડે છે કે આ કપલ કાશ્મીર વેકેશન પર ગયા છે. આ સિવાય સના ખાન અને મુફ્તી અનસ સૈયદ ફ્લાઇટમાં બેસતા પહેલા પોઝ આપતા નજરે પડે છે. આ સાથે તેમણે લખ્યું કે શૌહર ઔર બેગમ ચલે’ અને હાર્ટ ઇમોજીસ બનાવ્યા છે.
સના ખાનના પતિ મુફ્તી અનસ સૈયદે પણ રવિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી. આમાં, કપલ એકબીજાને હાથમાં હાથ લઈને ફ્લાઇટની અંદર બેઠા છે. આ પહેલા સના ખાને તેની મેંદીની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેની સાથે સનાએ પતિ માટે એક ઈમોશનલ નોટ પણ લખી હતી. આ સિવાય સના ખાન પતિ સાથેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે.