Western Times News

Gujarati News

અભિનેત્રી સની લિયોનીનો આજે ૩૯મો જન્મદિવસ

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ પોર્નસ્ટાર સની લિયોનીનો આજે ૩૯મો જન્મદિવસ છે. જાે કે હિન્દી સિનેમામાં અત્યાર સુધીમાં લાંબી સફર કાપી ચૂકેલી સની માટે શરૂઆત જરાય સરળ નહતી. સની લિયોની જ્યારે પોર્ન દુનિયા છોડીને ભારતીય સિનેમામાં આવી તો તેનો ખુબ વિરોધ થયો. તમામ અભિનેત્રીઓએ તેના પર કટાક્ષ છોડ્યા પરંતુ આમ છતાં સની લિયોન હિન્દી સિનેમામાં સિક્કો જમાવવામાં સફળ રહી. સની લિયોની હંમેશા વિવાદમાં સપડાયેલી રહે છે.

આજે તેના બર્થડે પર અમે તમને જણાવીએ અભિનેત્રીના જીવનના મોટા વિવાદો વિશે. બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે સની લિયોનીના પતિ ડેનિયલ વેબરને અભિનેત્રી બીજા પુરુષો સાથે પોર્ન ફિલ્મો શૂટ કરે તેના પર આપત્તિ હતી. આ વાત કહ્યાં બાદ સનીને પતિના પ્રેમનો અહેસાસ થયો હતો.

૩૧ ડિસેમ્બર ૨૦૧૭ની રાતે સની લિયોનીએ બેંગ્લુરુમાં એક ન્યૂયર પાર્ટીમાં પરફોર્મન્સ કરવાનું હતું. કર્ણાટકના કેટલાક સંગઠનોએ વિરોધ કરતા વાત એટલી વધી ગઈ કે પછી કેટલાક એક્ટિવિસ્ટ્‌સે એક સાથે સ્યૂસાઈડ કરવાની ધમકી આપી. બબાલ વધતા બેંગ્લુરુ પોલીસે સનીને પરફોર્મન્સ આપવાની મંજૂરી ન આપી. સનીની એક કોન્ડોમની એડ પર ગુજરાતમાં ખુબ બબાલ મચી હતી. વાત જાણે એમ હતી કે આ એડ નવરાત્રિના અવસરે રિલીઝ થઈ હતી જેમાં સની લિયોનીને દેખાડવામાં આવી હતી. વિવાદ વધ્યો તો પોસ્ટરો હટાવવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.