Western Times News

Gujarati News

અભિનેત્રી સામંથા અક્કિનન માલદિવ્સમાં રજા માણે છે

મુંબઇ: સાઉથની સુપરહિટ એક્ટ્રેસ સામન્થા અક્કિનેની હાલમાં માલદીવમાં રજાઓ વિતાવી રહી છે. તેણે માલદીવ્સથી તેની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. માલદીવમાં તેણે દેખાડેલી સ્ટાઇલીશ અદાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી સામંથા અક્કિનેનીનાં માલદીવનાં ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યાં છે.

સામંથાની તમામ તસવીરોને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યાં છે અને તેની સુંદરતાનાં વખાણ પણ કરી રહ્યાં છે. હાલમાં સામંથાએ જે તસવીર શેર કરી છે તેમાં તે વ્હાઇટ બિકિનીમાં નજર આવી. તેમણે તેની કેપ્શનમાં લખ્યું છે કે, ‘આપ જ બ્રહ્માંડ છો, થોડા સમયમાટે પોતાને એક માનવનાં રૂપમાં વ્યક્ત કરી રહ્યાં છો.

તસવીરોમાં તે વ્હાઇટ બિકિનીમાં માથે મોટી ટોપી પેહેરેલી નજર આવે છે. તે સીડીઓ ચડી રહી છે. સામંથા વ્યક્તિગત જીવનમાં જ નહીં પણ ફિલ્મી પડદા પર પણ તેની ફિટનેસનાં કારણે ચર્ચામાં રહે છે. સામંથા દિવસનાં અમુક કલાકો જીમમાં ચોક્કસથી વિતાવે છે. સામંથા અક્કિનેનીનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો, ટૂંક સમયમાં જ તે હિન્દી ડેબિયૂ કરવાની છે તેની વેબ સીરિઝમાં જોવા મળશે.

ધ ફેમિલી મેન સીઝન-૨માં તે નજર આવશે.આ અંગે સામંથા અક્કિનેની ઘણી જ એક્સાઇટેડ પણ છે. સાથે જ તે વિગ્નેશ શિવનનાં નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મમાં તેની સાથે વિજય સેતુપતિ અને નયનતારા પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.