અભિનેત્રી સારા અલી ખાનનો બિન્દાસ્ત અંદાજ વાયરલ

તસવીરોમાં નવાબની છોરીના નવાબી ઠાઠસારા અલી ખાન બિલકુલ પોતાની મમ્મીની જેમ દેખાય છે અને તેનો નટખટ અંદાજ ફેન્સને બહુ પસંદ આવે છે
મુંબઈ, સારા અલી ખાન અત્યાર સુધી અનેક ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયનો પરિચય આપી ચૂકી છે. સારા અલી ખાનની દાદી, માતા-પિતા ફિલ્મી દુનિયાના જાણીતા સિતારા છે. કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પછી સારાએ ફિલ્મોમાં કારકિર્દી બનાવવાનો ર્નિણય કર્યો. સારા અલી ખાન ભલે નવાબી ખાનદાનની પુત્રી છે.
પરંતુ તેના ઉછેર માતા અમૃતા સિંહે કર્યો છે. તેણે પોતાની મમ્મી પાસેથી માત્ર ખૂબસૂરતી જ નહીં પરંતુ ગુણ પણ મેળવ્યા છે. સારા અલી ખાન બિલકુલ પોતાની મમ્મીની જેમ દેખાય છે. સારા અલી ખાનનો નટખટ અંદાજ ફેન્સને બહુ પસંદ આવે છે. પોતાની પહેલી ફિલ્મથી અલગ છાપ છોડી ચૂકેલ સારાએ સિમ્બા, અતરંગી રે, કુલી નંબર-૧ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.
View this post on Instagram
સારા અલી ખાનની જબરદસ્ત ફોન ફોલોઈંગ છે. શાનદાર અભિનય અને સિમ્પલ નેચરના કારણે મોટાભાગના ડાયરેક્ટર તેની સાથે કરવા માગે છે. સારાની દરેક ફિલ્મને દર્શકોએ હાથોહાથ લીધા છે. સારા અલી ખાનની ડેબ્યુ ફિલ્મ કેદારનાથને મળેલા શાનદાર રિસ્પોન્સ પછી સૈફ અલી ખાને પુત્રીને ફિલ્મ જવાની જાનેમન ન કરવા માટે કહ્યું. કેમ કે તે ઈચ્છતો હતો કે પુત્રી સુશાંત સિંહ રાજપૂત, રણવીર સિંહ અને વરુણ ધવન જેવા અભિનેતાઓની સાથે લીડ અભિનેત્રી તરીકે કામ કરે.
સારા અલી ખાન પોતાના સાવકા ભાઈ તૈમુર અલી ખાન અને જેહને અત્યંત પ્રેમ કરે છે. એટલું જ નહીં તે સૈફની બીજી પત્ની કરીના કપૂર ખાનની સાથે પણ સારું બોન્ડિંગ શેર કરે છે. સારા આમ તો પોતાના પરિવારને પ્રેમ કરે છે. પરંતુ સૌથી વધારે ક્લોઝ પોતાની મમ્મી અમૃતા સિંહ સાથે છે. મીડિયાના એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે તે એવી વ્યક્તિ સાથે લગ્ન કરશે, જે તેની માતાનું ધ્યાન પણ રાખે.ss1