અભિનેત્રી સારા અલી ખાને વર્કઆઉટનો વીડિયો શેર કર્યો
મુંબઈ: સારા અલી ખાને શનિવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વિડિઓમાં તમે જાેઈ શકો છો કે તે જીમમાં છે અને વિવિધ વર્કઆઉટ કરે છે. જણાવી દઈએ કે સારા અલી ખાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ફિટ સ્ટાર છે. તાજેતરમાં સારા અલી ખાનની ફિલ્મ અતરંગી રેના સેટ પરથી કેટલાક વીડિયો લીક થયા છે. તેમાં તે દોડતી આવે છે અને અક્ષય કુમારને ગળે લગાવે છે, કૂદીને અક્ષયને આલિંગન આપે છે. આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ફિલ્મના શૂટિંગનું છેલ્લું શિડ્યુલ ચાલી રહ્યું છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન અક્ષર કુમાર અને ધનુષની સાથે ફિલ્મ અતરંગી રે માં જાેવા મળશે. આ ફિલ્મ ઉપરાંત કુલી નંબર ૧’ વરુણ ધવનની વિરુદ્ધમાં જાેવા મળશે. સારા અલી ખાન છેલ્લે કાર્તિક આર્યનની વિરુદ્ધ ફિલ્મ ‘લવ આજ કાલ’ માં જાેવા મળી હતી. અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષ સ્ટારર ફિલ્મ ‘અતરંગી રે આજકાલ ચર્ચામાં છે. આ ફિલ્મના શૂટિંગનું છેલ્લું શેડ્યુલ આજકાલ ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાં ચાલી રહ્યું છે. ત્યારે, ફિલ્મના સેટ પરથી શૂટિંગના વિડીયો લીક થયા છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં તમે જાેઈ શકો છો કે અક્ષય કુમાર અને સારા અલી ખાન શૂટિંગ કરી રહ્યા છે. સારા અલી ખાન દોડતી આવે છે અને અક્ષય કુમારને ભેટી પડે છે. અક્ષય કુમાર અને સારા અલી ખાનને જાેવા માટે ત્યાં ભીડ ભેગી થઈ ગઈ અને આ નજારો કેમેરામાં કેદ થઈ ગયો. અહીં નોંધનીય છે કે આ પહેલા સારા અલી ખાનની સાથેનો પોતાનો એક ફોટોગ્રાફ શેર કરતા અક્ષય કુમારે લખ્યું હતું કે તે ત્રણ શબ્દોમાં મળતી ખુશીનો કોઈ મુકાબલો નથી. લાઈટ્સ, કેમેરા, એક્શનની સાથે હસતા ચહેરા. બોલિવૂડ ડિરેક્ટર આનંદ એલ રાયની આગામી ફિલ્મ ‘અતરંગી રે’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તમારા લોકોના પ્રેમ અને શુભેચ્છાઓની જરૂર છે.