અભિનેત્રી સારા અલી ખાને ૩૦ સેકન્ડનો વીડિયો શેર કર્યો
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનનો મજાકીય અંદાજ તેમના દરેક ફેન્સને ગમે છે. તે ફિલ્મોમાં વ્યસ્ત હોવાછતાં તે સતત સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે જાેડાયેલી રહે છે. તે અવાર નવાર વિચિત્ર ચેલેન્જ લઇને તેમને ચોંકવી દે છે. ફરી એકવાર વર્લ્ડ ઇમોજી ડેના અવસર પર સારા અલી ખાનએ એક એવો વીડિયો શેર કર્યો છે
જેને જાેઇને તેમના ફેન્સ દંગ રહી ગયા છે. જાેકે, વર્લ્ડ ઇમોજી ડેના અવસર પર એક્ટ્રેસ સારા અલી ખાનએ પોતાના દમદાર અભિનય સ્કીલનો ઉપયોગ કરતાં ચેલેંજને પુરી કરી છે. તેમણે ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ૩૦ સેકન્ડમાં ૧૫ એક્સપ્રેશન્સ ચહેરા પર લાવીને બતાવવામાં સફળ રહી છે. વીડિયોમાં સારા ક્યૂટ લાગી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન જલદી જ ફિલ્મ ‘અતરંગી રે’ માં જાેવા મળશે. આનંદ એલ રાયના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ધનુષ પણ છે. ફિલ્મ ૬ ઓગસ્ટના રોજ રિલીજ થવાની છે. આ સાથે જ સારા વિક્કી કૌશલ સાથે આદિત્ય ધરની ફિલ્મ ‘ધ ઇમોર્ટલ્સ ઓફ અશ્વત્થામા’ માં પણ જાેવા મળશે.