અભિનેત્રી સુષ્મિતા સેન ફોઈ બનવાની હોવાથી હરખાઈ
હું નાનકડા બાળકને મારા હાથમાં લેવાની રાહ જાેઈ શકતી નથી! ચારુ આ માટે લાંબા સમયથી રાહ જાેઈ રહી હતી
મુંબઈ: મેરે અંગને મેં ફેમ ચારુ અસોપા અને પતિ રાજીવ સેન પહેલીવાર માતા-પિતા બનવા માટે તૈયાર છે. શુક્રવારે (૨૧ મે) કપલે આ અંગેના ગુડ ન્યૂઝ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યા હતા. આ સેન અને અસોપા પરિવાર માટે ખુશીનો સમાચાર છે. રાજીવની મોટી બહેન તેમજ બ્યૂટી ક્વીન સુષ્મિતા સેને સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે. ચારુની નણંદ અને થનારી ફોઈ બાળકને હાથમાં લેવા માટે અત્યંત ઉત્સુક છે. ચારુ બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી હોય
તેવી તસવીર શેર કરીને સુષ્મિતાએ લખ્યું છે કે, તમારા બધા સાથે આ ન્યૂઝ શેર કરવા માટે મેં ખૂબ જ ધીરજપૂર્વક રાહ જાેઈ હતી!! હું ફોઈ બનવા જઈ રહી છું! મારી સુંદર ભાભી અને ભાઈ રાજીવને અભિનંદન. તેઓ નવેમ્બર મહિનામાં માતા-પિતા બનવાના છે, કદાચ મારા બર્થ ડેની તારીખ હોઈ શકે છે! હું નાનકડા બાળકને મારા હાથમાં લેવાની રાહ જાેઈ શકતી નથી! ચારુ આ માટે લાંબા સમયથી રાહ જાેઈ રહી હતી અને તેનો બાળકો પ્રત્યેનો પ્રેમ, મને ખબર છે કે તે અદ્દભુત મમ્મી બનવાની છે!
સેન અને અસોપા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન!! આઈ લવ યુ! ચારુ અને રાજીવ આ ન્યૂઝથી અત્યંત આનંદમાં છે. હાલમાં જ વાતચીત કરતાં ગુડ ન્યૂઝ મળ્યા બાદ પરિવારના સભ્યોનું શું રિએક્શન હતું તે વિશે વાત કરી હતી. રાજીવ અને હું છેલ્લા ઘણા સમયથી પ્લાનિંગ કરી રહ્યા હતા, પરંતુ તમે જાણો જ છો કે બાબતો ક્યારેય તમારા પ્લાનિંગ પ્રમાણે થતી નથી. જ્યારે અમે ગિવ-અપ કરી દીધું હતું ત્યારે અમને સરપ્રાઈઝ મળી હતી. મને ચોથા અઠવાડિયે આ વિશે જાણ થઈ હતી.
મને તેવું લાગ્યું હતું કે, મારે ટેસ્ટ કરાવવો જાેઈએ અને જ્યારે મેં પહેલો ટેસ્ટ કરાવ્યો ત્યારે તે નેગેટિવ આવ્યો હતો. પરંતુ બીજાે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાં સુધીમાં મને ટેસ્ટ કરવાની આદત પડી ગઈ હતી કે, હું વિચારતી હતી કે તે નેગેટિવ આવવાનો છે, પરંતુ અચાનક મને સરપ્રાઈઝ મળી. આ મારા અને રાજીવના જીવનનું નવું પ્રકરણ છે. હું મારા પહેલા ટ્રિમેસ્ટરમાં છું. ડ્યૂ ડેટ નવેમ્બરમાં છે’, તેમ તેણે કહ્યું હતું. બે પિંક લાઈન જાેયા બાદ હું ધ્રૂજવા લાગી હતી. થોડા સમય માટે તો મને ખબર જ ન પડી કે મારે શું કરવું. હું ૧૫-૨૦ મિનિટ સુધી બાથરુમમાં બેસી રહી હતી. બાદમાં હું બહાર આવી અને રાજીવને આ વિશે જાણ કરી. તે પણ થોડો ક્લૂલેસ હતો.