અભિનેત્રી સોનમ કપૂરનું લંડનમાં બેબી શાવર યોજાયું

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર હાલ પોતાની પહેલી પ્રેગ્નેન્સીને માણી રહી છે. સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે લંડનમાં છે. જ્યાં તેનું બેબી શાવર યોજાયું હતું. બુધવારે સોનમ કપૂરનું બેબી શાવર યોજાયું હતું જેમાં કપલના અંગત મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા.
સોનમ કપૂરની બહેન રિયા હાલ લંડનમાં છે ત્યારે તેણે સોનમના બેબી શાવરના ડેકોરેશન અને ત્યાં પીરસવામાં આવેલા ભોજન તેમજ ગિફ્ટ્સની ઝલક બતાવી હતી. રિયા ઉપરાંત અન્ય મહેમાનોએ પણ બેબી શાવરની કેટલીક તસવીરો અને વિડીયો શેર કર્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
રિયા કપૂરે શેર કરેલી તસવીરોમાં જાેઈ શકો છો કે, સોનમનું બેબી શાવર ગાર્ડનમાં રાખવામાં આવ્યું હતું. દરેક મહેમાન માટે કસ્ટમાઈઝ્ડ મેનૂ, નેપકિન અને ગિફ્ટ હતા. રિયાએ તેના માટે ખાસ તૈયાર કરાયેલા મેનૂની ઝલક દેખાડતી તસવીર શેર કરતાં લખ્યું હતું, “ખૂબ સુંદર બેબી શાવર હતું.”
ટેબલક્લોથ પર સોનમ કપૂરનું નામ લખવામાં આવ્યું હતું. હાથથી પેઈન્ટ કરેલા નેપકિન પર દરેક ગેસ્ટનું નામ લખવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારના ફૂલોથી ટેબલ પર સુંદર સજાવટ કરવામાં આવી હતી. ઉપરાંત પાઈ ડિઝર્ટ સહિતની વિવિધ વાનગીઓની ઝલક પણ તસવીરોમાં જાેઈ શકો છો.
બેબી શાવરમાં સામેલ થયેલા ગેસ્ટને સ્પેશિયલ ગિફ્ટ પણ આપવામાં આવી હતી. ગેસ્ટને નાનકડું પાઉચ આપવામાં આવ્યું હતું જેમાં તેમનું નામ લખેલો નેકપીસ હતો. કેટલાક ગેસ્ટે તેમને મળેલી ગિફ્ટની પણ ઝલક બતાવી હતી. ગેસ્ટને સોનમ કપૂરના બેબી શાવરનું સેટઅપ, ડેકોરેશન, ફૂડ અને ગિફ્ટ ખૂબ પસંદ આવી હતી.
ગેસ્ટે બેબી શાવરને ‘ચીક’ (આકર્ષક) ગણાવ્યું હતું. બેબી શાવરમાં જે ઝીણી-ઝીણી વિગતો પર ધ્યાન આપવામાં આવી હતી તેને જાેઈને પણ મહેમાનો પ્રભાવિત થયા હતા. આર્ટિસ્ટ લિયો કલ્યાણે બેબી શાવર દરમિયાન મહેમાનોને મનોરંજન પૂરું પાડ્યું હતું.
તેણે બોલિવુડ ફિલ્મોના કેટલાક ગીતો ગાયા હતા. જેમાં સોનમ કપૂરની ફિલ્મ ‘દિલ્હી ૬’નું ગીત ‘મસક્કલી’ પણ ગાયું હતું. લિસાએ સોનમ કપૂર સાથેની તસવીર શેર કરવા ઉપરાંત તેના પર્ફોર્મન્સની ઝલક બતાવી હતી. મોમ-ટુ-બી સોનમ કપૂરે બેબી શાવર પિંક રંગનો ડ્રેસ પહેર્યો હતો. જણાવી દઈએ કે, સોનમ કપૂર અને આનંદ આહુજાએ ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. કપલે માર્ચ ૨૦૨૨માં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.
સોનમ કપૂરના પહેલા સંતાનનો જન્મ ઓગસ્ટ મહિનામાં થવાનો છે. વર્કફ્રંટની વાત કરીએ તો, સોનમે પ્રેગ્નેન્સી પહેલા જ અપકમિંગ ફિલ્મ ‘બ્લાઈન્ડ’નું શૂટિંગ પૂરું કરી દીધું છે.SS1MS