અભિનેત્રી સોનમ કપૂરે વિચિત્ર ડિઝાઇનવાળો ડ્રેસ પહેર્યો
મુંબઈ, સોનમ કપૂર હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. થોડા દિવસ પહેલા તેની પ્રેગનેન્સીની અફવાઓ સામે આવી હતી. પરંતુ તે બધી અફવાઓને દૂર કરતા અભિનેત્રીએ પોતાના પરફેક્ટ ફિગરની ફોટો શેર કરી છે. એકવાર ફરી સોનમ ચર્ચામાં છે, આ વખતે તે પોતાના આઉટફિટને કારણે ચર્ચામાં આવી ગઈ છે.
સોનમ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ ફોટોમાં સોનમ કપૂર એક વ્હાઇટ ડ્રેસમાં જાેવા મળી રહી છે. હવે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે. આ ડ્રેસ પર એક ફીમેલ બોડીનું ફીગર બનેલું છે.
આ ડ્રેસની સાથે સોનમ કપૂરે પોતાના વાળને ઉપરની તરફ બાંધ્યા છે. સોનમ કપૂર આ આઉટફિટને લઈને ખુબ ટ્રોલ થઈ રહી છે. કોઈએ કહ્યું કે, રાત્રે કોઈ જાેશે તો ડરી જશે. એક યૂઝરે સોનમની તુલના રણવીર સિંહ સાથે કરી દીધી છે.
સોનમ કપૂર હંમેશા કપડાને લઈને નવા-નવા પ્રયોગો કરતી રહે છે. પરંતુ તેની આ સ્ટાઇલ જાેઈને લોકોનું મગજ ફરી ગયું છે. અભિનેત્રીના કપડા જાેઈ લોકો સમજી શકતા નથી કે તે શું કહેવા ઈચ્છે છે. સોનમ છેલ્લે ૨૦૧૯માં ફિલ્મ ધ જાેયા ફેક્ટરમાં જાેવા મળી હતી.SSS