Western Times News

Gujarati News

અભિનેત્રી સોનાલી રાઉતે હોટ ફોટા વડે તહેલકો મચાવ્યો

મુંબઈ, બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી સોનાલી રાઉત પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે પોતાના હોટ ફોટોઝથી ફેન્સને દિવાના બનાવે છે. રિયાલિટી શો ‘બિગ બોસ’ની સીઝન ૮ થી લાઈમલાઈટમાં આવેલી સોનાલી રાઉત અવારનવાર પોતાની તસવીરોથી ઈન્ટરનેટનો પારો વધારતી રહે છે. સોનાલી રાઉત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

સોનાલી રાઉતે પોતાના જબરદસ્ત અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. સાથે જ લોકો તેમની દિલકશ અદાઓના દિવાના છે. સોનાલી રાઉતની દરેક તસવીર અને વીડિયોને લાખોની સંખ્યામાં લાઈક્સ મળે છે. તે માત્ર ૧૯ વર્ષની ઉંમરે કિંગફિશરની કેલેન્ડર ગર્લ બની હતી. જાેકે તેને ‘બિગ બોસ’ની સીઝન ૮થી લોકપ્રિયતા મળી હતી.

સોનાલી વર્ષ ૨૦૧૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ એક્સપોઝ’માં હિમેશ રેશમિયા સાથે જાેવા મળી હતી. આ ફિલ્મમાં તે લીડ રોલમાં હતી. તે છેલ્લે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર સાથે વેબ સિરીઝ ‘ડેન્જરસ’માં જાેવા મળી હતી. સોનાલી રાઉત અવારનવાર બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે, જેની તસવીરો તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે તે હંગામો મચાવે છે. સોશિયલ મીડિયા પર સોનાલીના બિકિની ફોટોઝ છવાયેલા રહે છે. તેમના ફોટાને ફેન્સ જાેરદાર લાઇક અને શેર કરે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.