અભિનેત્રી હિના ખાને મિનિ ડ્રેસમાં જલવો દેખાડ્યો

મુંબઈ: અવારનવાર લાઈમલાઈટમાં રહેતી ગોર્જીયસ એક્ટ્રેસ હિના ખાને ફરી એકવાર ફેન્સ સાથે પોતાની સુપર ગોર્જિયસ તસવીરો શૅર કરી છે. એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરોમાં હિના ખાને સ્કિનફિટ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે પોતાના ટોન્ડ લેગ્સ અને સ્લિમ કર્વ્સને ફ્લોન્ટ કરતી જાેવા મળી હતી.
આમ તો ડ્રેસ સાથે જ તસવીરોમાં જાેવા મળતા હિનાના એક્સપ્રેશન્સ પણ એકદમ મસ્ત હતાં. જેના કારણે તસવીરોમાં હોટ લાગી રહી છે. એક્ટ્રેસે શૅર કરેલી તસવીરોમાં તે સુપરહોટ લાગી રહી છે અને વિવિધ ડ્રેસમાં તેણે પોતાનો જલવો બતાવ્યો છે.
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં અક્ષરાના રોલથી ઘર ઘરમાં ફેમસ થયેલી હિના ખાન કેટલીક તસવીરોમાં જાજરમાન લાગી રહી છે તો કેટલીક તસવીરોમાં સુપરહોટ લાગી રહી છે. સુંદર હિના ખાન ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં સ્કિનફિટ મિનિ ડ્રેસ પહેર્યો હતો. જેમાં નીચેની એ-સિમેટ્રિકલ ડિઝાઈન હતી. આઉટફીટમાં વી નેકલાઈન અને ફુલ સ્લીવ્સ ડ્રેસ પહેરેલી હતી. હિનાના ફિગરને કોમ્પ્લિમેન્ટ્સ આપતા આ ડ્રેસમાં કલરબ્લોક પેટર્નનો યૂઝ કરતા ગ્રીન, પર્પલ અને સફેદ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હિનાની સાથે બ્લેક કલરના સ્લાઈડ્સ પહેર્યા હતાં.
આ લુકને તેણે ન્યૂડ ટોન મેકઅપ અને વાળને લાઈટ વેવમાં સ્ટાઈલ કરતા પર્ફેક્ટ ફિનિશ આપ્યું હતું. લેટેસ્ટ તસવીરમાં હિનાનો ગોર્જિયસ લુક જાેવા મળ્યો હતો. જે પહેલા તેનો સ્વીટ લુક પણ જાેવા મળ્યો હતો. આ એક્ટરે કોટન મેડ વ્હાઈટ શરારામાં તસવીરો શૅર કરી હતી. પાયજામા પર સફેદ થ્રેડથી એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી તો તેના અનારકલી પેટર્નના શોર્ટ કુર્તા પર લાલ દોરાની સ્ટાઈલ પસંદ હતી. આ લુક સાથે હિનાએ સિલ્વર બેંગલ્સ અને ઈયરિંગ્સ પહેરી હતી.
વાળને ઝૂડા સ્ટાઈલમાં સેટ કર્યા હતાં. હિના ખાન આ પહેલા પણ સુંદર લહેંગામાં જાેવા મળ્યા હતાં. આ આઉટફિટમાં બ્લાઉઝ પિંક કલરનું હતું. જેના પર મિરર અને ગોટા વર્ક કરવામાં આવ્યુ હતું. જેના ફ્રન્ટમાં ડીપ પ્લન્ઝિંગ નેકલાઈન હતી. જેની વચ્ચે ટૂલ ફેબ્રિક સ્ટિચ્ડ જાેવા મળે છે. સ્કર્ટ પોર્શન આઈવરી કલરનું હતું. જેમાં ગોલ્ડન વર્ક પેનલ્સ એડ કરવામાં આવ્યા હતાં. તો તેના ફોલ પર પિંક અને પીચ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હિનાના આઉટફીટ સાથે ચોકર નેકલેસ પહેર્યો હતો. સ્ટાઈલિશ ચશ્મા સાથે તે સુંદર લાગતી હતી.