અભિમાનની રીમેક ફિલ્મમાં અભિષેક-એશ નજરે પડી શકે
મુંબઇ, સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન અભિનિત ફિલ્મ અભિમાનની રીમેક બનાવવા માટની તૈયારી હવે કરવામાં આવી રહી છે. મળેલી માહિતી મુજબ રીમેક ફિલ્મમાં અભિષેક બચ્ચન અને તેની રીયલ ાલાઇફ પÂત્ન અને વિતેલા વર્ષોની સ્ટાર અભિનેત્રી એશને લેવાની હિલચાલ ચાલી રહી છે. એક ફેસબુક ચૈટ પર અભિષેકે હાલમાં આ પ્રકારની કોઇ હિલચાલ ચાલી રહી હોવાના હેવાલને રદિયો આપ્યો છે પરંતુ જાણકાર લોકોનુ કહેવુ છે કે અભિષેકને ઓફર કરવામાં આવી છે. અભિષેકે કહ્યુ છે કે તે એશ સાથે કોઇ ફિલ્મ કરી રહ્યો નથી.
તેનુ કહેવુ છે કે વિતલા વર્ષોની ફિલ્મમાં એક મેજિક છે. જેને એમ જ રહેવા દેવામાં આવે તે જરૂરી છે. સાથે કામ કરવાની બાબત અને આ પ્રકારની મુવી બનાવવાની બાબત ખુબ મુશ્કેલ છે. અભિષેક બચ્ચનની પાસે વધારે કોઇ ફિલ્મ આવી રહી નથી. ત ફ્લોપ સ્ટારની યાદીમાં પણ આવી ગયો છે. જા કે તેની પાસે નાની નાની ભૂમિકાવાળી ફિલ્મો આવી રહી છે. મુખ્ય સ્ટાર તરીકે તેને લેવા માટે કોઇ નિર્માતા નિર્દેશક હિંમત કરી રહ્યા નથી. અભિષેક બચ્ચનને કોઇ મોટી ફિલ્મો હજુ મળી રહી નથી. જ્યારે અમિતાભ બચ્ચનને હજુ પણ શ્રેણીબદ્ધ સારી અને મોટી ફિલ્મો મળી રહી છે. બીજી બાજુ અભિષેક કરતા અમિતાભની સાથે સાથે એશને પણ ફિલ્મો મળી રહી છે. તે છેલ્લે અનિલ કપુરની સાથે નજરે પડી હતી.
ફ્ન્નેખા નામની ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી. બીજી બાજુ અભિષેક અને એશ બંને પોતાની કેરિયરને લઇને હજુ આશાવાદી છે. તેમને મોટી સફળ ફિલ્મની જરૂર દેખાઇ રહી છે. એશ બોલિવુડમાં લગ્ન બાદ બીજી ઇનિગ્સ ખુબ પહેલા શરૂ કરી ચુકી છે પરંતુ તેને સફળતા મળી રહી નથી. એશને પણ મોટી અને સ્ટાર અભિનેતા સાથે કોઇ ફિલ્મની જરૂર દેખાઇ રહી છે.