અભિષેકના કરિયર માટે ઐશ્વર્યા રાયે બલિદાન આપ્યું
મુંબઈ, બોલિવુડ એક્ટર અભિષેક બચ્ચન હાલ પોતાની ફિલ્મ ‘બોબ બિશ્વાસ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિષેક સીરિયલ કિલરની ભૂમિકામાં છે. ફિલ્મમાં અભિષેક બચ્ચનની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે.
છેલ્લા થોડા સમયથી અભિષેક બચ્ચને પોતાના પાત્રો સાથે પ્રયોગો કર્યા છે અને તેમાં સફળ પણ રહ્યો છે. હાલમાં જ અભિષેક બચ્ચને પોતાના એક્ટિંગ કરિયર વિશે વાત કરી હતી. તેણે પોતાના છેલ્લા થોડા વર્ષોના એક્ટિંગ કરિયરનો શ્રેય પત્ની ઐશ્વર્યા રાયને આપ્યો છે. છેલ્લા થોડા વર્ષોથી અભિષેક અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવીને દર્શકોનું દિલ જીતી રહ્યો છે.
તેની એક્ટિંગના વખાણ પણ થઈ રહ્યા છે. જાેકે, અભિષેકનું માનવું છે કે પ્રશંસાની અસલી હકદાર તેની પત્ની ઐશ્વર્યા રાય છે. અભિષેકનું કહેવું છે કે, તેના સારા પર્ફોર્મન્સ પાછળ ઐશ્વર્યા અને આરાધ્યાનો મોટો ફાળો છે. અભિષેકનું કહેવું છે કે, પિતા બન્યા બાદ તેને જવાબદાર અને વિચારશીલ એક્ટર બનવામાં મદદ મળી છે.
એટલું જ નહીં અભિષેક બચ્ચનનું એમ પણ કહેવું છે કે, આજે એક એક્ટર તરીકે તે ઘણું બધું કરી શકે છે તેનું કારણ ઐશ્વર્યા છે. અભિષેક કહે છે કે, ઐશ્વર્યાએ લગ્ન બાદ તેને કામ કરવાની છૂટ આપી હતી. દીકરીના જન્મ પછી ઐશ્વર્યાએ અભિષેકને કહ્યું હતું કે, “તું કામ કર. હું આરાધ્યાનું ધ્યાન રાખીશ.
ઐશ્વર્યાની જેમ કેટલીય પત્નીઓ હશે જે પોતાના પતિ માટે આ પ્રકારે બલિદાન આપતી હશે. આપણે તે સૌના આભારી હોવું જાેઈએ. સાથે જ જવાબદારીઓ અડધી-અડધી વહેંચી લેવી જાેઈએ.
અભિષેક બચ્ચન આગળ કહે છે, મારી દીકરી આરાધ્યા શરમમાં મૂકાય તેવી કોઈ ફિલ્મ નહીં કરું. એવી ફિલ્મોમાં કામ નહીં કરું જે જાેયા પછી મારી દીકરી મને પૂછે કે આવી ફિલ્મ કેમ બનાવી. હું આવું કદી નહીં થવા દઉં.” અભિષેકના કહેવા પ્રમાણે, પિતા અને પતિ બન્યા બાદ તે કલાકાર તરીકે સમૃદ્ધ થયો છે.
અભિષેકનું માનીએ તો આજે તે ઘણી બાબતે નીડર છે પરંતુ પતિ અને પિતા તરીકે તમે રિસ્ક નથી લઈ શકતાં. આ પહેલીવાર નથી જ્યારે અભિષેકે ઐશ્વર્યાના વખાણ કર્યા હોય. અગાઉ પણ ઘણીવાર તે પત્નીનો ઉલ્લેખ ઈન્ટરવ્યૂમાં કરી ચૂક્યો છે.SSS