અભિષેકને કોરોના થતાં અજયે ઠપકો આપ્યો હતો
મુંબઈ: કપિલ શર્મા શો’ના અપકમિંગ એપિસોડમાં અભિષેક બચ્ચન અને અજય દેવગણ મહેમાન બનીને આવવાના છે. બંને શોમાં જબરદસ્ત મસ્તી કરવાના છે તેમજ કેટલીક પંચલાઈનથી કપિલને પણ અચંબામાં મૂકી દેવાના છે. મેકર્સે એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો છે.
બંનેનું વેલકમ કર્યા બાદ કપિલ અભિષેક અને અજય દેવગણને પૂછે છે કે, ‘તમે બંને ફિટ લાગી રહ્યા છો. તો જિમ કર્યું કે પછી ઘરના કામ વધારે કરવા પડ્યા’. તો અભિષેકે કહ્યું કે, ‘લોકડાઉનમાં ‘ક રોના’ કર્યું અમે બધાએ. કપિલે વાતને આગળ વધારતાં કહ્યું કે, બચ્ચન સાહેબને કોરોના થયો હતો ત્યારે આખા દેશને ઝટકો લાગ્યો હતો. કારણ કે તેઓ આપણા બધા માટે આઈકોન છે.
પછી અભિષેક પાજીને પણ કોરોના થયો હતો. મેં સાંભળ્યું છે કે, આમણે (અજય દેવગણ) તમને ફોન કર્યો હતો’. અભિષેકે કહ્યું, ‘હા, અજયનો જ સૌથી પહેલા કોલ આવ્યો હતો અને મને ઠપકો આપ્યો હતો. પછી મને યાદ આવ્યું કે તે ૪-૫ દિવસ પહેલા જ મને મળવા આવ્યો હતો.
આ સાંભળીને કપિલ અને અર્ચના ખૂબ હસવા લાગ્યા હતા. પ્રોમામાં બચ્ચા યાદવ મહેમાનોને મનોરંજન પીરસતો જાેવા મળી રહ્યો છે. તે સ્ટેજ પર પોતાની નકલી ભેંસ લઈને આવે છે અને કહે છે કે, ‘મને મારી ભેંસ ફુલજડિયાંની ઓળખાણ કરાવવા દો. પ્રેમથી અમે તેને બુલબુલ કહીએ છીએ. આ ખૂબ જ પ્રેમાળ છે, ખૂબ જ સંસ્કારી છે,
ચારો ખૂબ ઓછો ખાય છે, દૂધ વધારે આપે છે, સવારે ૪ વાગ્યે ઉઠે છે. કાયદાકીય રીતે જાેઈએ તો, આ ભેંસ તેના સમાજની અક્ષય કુમાર છે’. આપને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન અને અજય દેવગણની સાથે નિકિતા દત્તા તેમજ સોહમ શાહ પણ મહેમાન બનીને આવવાના છે.
શોમાં અભિષેક બચ્ચને ભલે કોરોનાની મજાક ઉડાવી હોય. પરંતુ, જ્યારે તેના સહિત ઘરના ચાર સભ્યો અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને જ્યારે કોરોના થયો ત્યારે આખા દેશે તેમના માટે પ્રાર્થના કરી હતી. ઐશ્વર્યા અને આરાધ્યાને તો થોડા જ દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. પરંતુ બિગ બી અને અભિષેકે વધારે દિવસ સુધી દાખલ રહેવું પડ્યું હતું.