Western Times News

Gujarati News

અભિષેકને ૮ ફિલ્મોમાં ઐશ્વર્યા રાય કરતાં ઓછું પેમેન્ટ મળ્યું

મુંબઈ: છેલ્લા થોડા વર્ષોમાં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પેમેન્ટની અસામાનતાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ઘણી હીરોઈનોએ સામે આવીને તેમના મેલ કો-એક્ટર કરતાં ઓછું પેમેન્ટ મળ્યું હોવાની વાત સ્વીકારી છે. જાેકે, તમને ખબર છે કે, અભિષેક બચ્ચનને પત્ની ઐશ્વર્યા રાય કરતાં ઓછું મહેનતાણું મળ્યું છે? અભિષેક અને ઐશ્વર્યાએ સાથે ૯ ફિલ્મો કરી છે જેમાંથી ૮માં ઐશ્વર્યાને વધુ પેમેન્ટ ચૂકવાયું છે. ૨૦૧૮ દરમિયાન એક ઈવેન્ટમાં અભિષેક બચ્ચને ખુલાસો કર્યો હતો કે તેના મમ્મી જયા બચ્ચન અને પત્ની ઐશ્વર્યા રાયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની શરતો પર કામ કર્યું છે.

અભિષેકના મતે, ઐશ્વર્યા અને જયા બચ્ચન પાસે કોઈ ક્યારેય એવી વસ્તુઓ નથી કરાવી શક્યું જે કરવાની તેમની તૈયારી ના હોય. પેમેન્ટની અસામનતા વિશે વાત કરતાં અભિષેકે કહ્યું હતું, તેણે પત્ની ઐશ્વર્યા સાથે ૯ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાંથી આઠમાં ઐશ્વર્યાને જૂનિયર બચ્ચન કરતાં વધુ પેમેન્ટ ચૂકવાયું છે. અભિષેકે એ મુદ્દો પણ ધ્યાને દોર્યો કે પિકુ ફિલ્મમાં સૌથી વધુ પેમેન્ટ લેનાર કલાકાર દીપિકા પાદુકોણ હતી. અભિષેકના મતે, આ બિઝનેસ છે અને જાે તમારા નામે ફિલ્મ વેચાતી હોય તો તમને એ મુજબ પેમેન્ટ મળે છે.

તમે નવોદિત એક્ટ્રેસ હો અને શાહરૂખ ખાનને સમાન ફી માગો તો એ ના મળે તે સ્વાભાવિક છે. વર્કફ્રંટની વાત કરીએ તો, અભિષેક બચ્ચન બોબ બિશ્વાસમાં જાેવા મળશે. આ ફિલ્મ કહાનીના આ જ નામના પોપ્યુલર પાત્ર પરથી બની છે. સુજાેય ઘોષની આ ફિલ્મમાં વિદ્યા બાલન લીડ રોલમાં હતી. આ ઉપરાંત અભિષેક બચ્ચન નિમ્રત કૌર અને યામી ગૌતમ સાથે ફિલ્મ દસવીંમાં દેખાશે. ઐશ્વર્યાના વર્કફ્રંટની વાત કરીએ તો, મણિરત્નમની ફિલ્મ પોન્નીયિન સેલ્વન સાથે તે કમબેક કરશે. ફિલ્મમાં ઐશ્વર્યાનું પાત્ર ગ્રે શેડનું હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.