અભિષેકે રાજુ શ્રીવાસ્તવના નિવેદનોને બકવાસ ગણાવ્યા
મુંબઈ: ડ્રગ્સ કેસમાં જ્યારથી ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાનું નામ સામે આવ્યું છે ત્યારથી, તે ધ કપિલ શર્મા શોનો ભાગ બનીને રહેશે કે કેમ તે અંગે ચર્ચા થઈ રહી છે. ડ્રગ્સનું સેવન કરવા બદલ એનસીબીએ ૨૧મી નવેમ્બરે ભારતી અને હર્ષની ધરપકડ કરી હતી, જેના બે દિવસ બાદ એટલે કે ૨૩મી નવેમ્બરે તેમનો જામીન પર છુટકારો થયો હતો. ઈન્ટરવ્યૂમાં કિકુ શારદાએ જણાવ્યું હતું કે, ભારતી કોમેડી શોમાંથી બહાર થઈ હોવાની વાત તેણે સાંભળી નથી. તો કૃષ્ણા અભિષેક ભારતીના સપોર્ટમાં આવ્યો છે.
ભારતી સિંહને ધ કપિલ શર્મા શોમાંથી પડતી મૂકાઈ હોવાના ન્યૂઝ શું સાચા છે તેમ પૂછતાં કૃષ્ણાએ કહ્યું કે, ‘એવું જરાય નથી. ચેનલે કોઈ આવી ચર્ચા કરી હોય તેવું મેં સાંભળ્યું નથી. ચેનલ દ્વારા આવો કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. જો આવું કંઈ થશે તો પણ હું ભારતીને સપોર્ટ કરીશ. તે કામ પર પાછી ફરશે. જે થયું તે થયું. અમે ભારતી સાથે છીએ. હું અને કપિલ પણ તેના સપોર્ટમાં છીએ. તેને મારો બિનશરતી ટેકો છે’. ૨૭ નવેમ્બરે કરવામાં આવેલા શૂટિંગમાં ભારતી સિંહ ગેરહાજર જોવા મળી હતી. જેના પર જવાબ આપતાં કૃષ્ણાએ કહ્યું કે, ‘મને લાગે છે કે ભારતીની તબિયત નહોતી સારી. તે પોતે જ શૂટિંગ કરવા નહોતી માગતી, નહીં તો તે આવી જ હોત.
અમે પરિવારના સભ્યો જેવા છીએ. કૃષ્ણા અને ભારતી પહેલાથી એકબીજાને ઓળખે છે. હકીકતમાં, કૃષ્ણા ભારતીને બહેન માને છે. તે પહેલા થોડા એવા લોકોમાંથી એક હતો જે જામીન પર બહાર નીકળ્યા બાદ ભારતી અને હર્ષને મળવા દોડી ગયો હતો. તેણે કહ્યું કે, ‘તેઓ ઘરે આવ્યા કે તરત હું મળવા ગયો હતો.
અમારી વચ્ચેના સંબંધો જૂના છે. અમારું બોન્ડિંગ પ્રોફેશનલ કરતા વધારે છે. હર્ષને મેં તેના સ્ટ્રગલના દિવસોથી જોયો છે. તે ૨૦ વર્ષનો હતો ત્યારે ‘કોમેડી સર્કસ’ માટે રાઈટર તરીકે આવ્યો હતો. મારી સામે બંનેએ ડેટિંગ કરવાનું શરુ કર્યું હતું. મેં તેમના લગ્નમાં હોસ્ટિંગ પણ કર્યું હતું. આરતી સિંહને છોડીને મારી બહાર કોઈ બહેન છે જેને હું ગર્વથી બહેન કહી શકું છું તો તે ભારતી છે.