અભિષેક અને ઇલિયાનાની જોડી નવી ફિલ્મમાં ચમકશે
મુંબઇ, અભિષેક બચ્ચન પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. જેમાં બિગ બિલ નામની ફિલ્મનો સમાવેશ થાય છે. જે હર્ષદ મહેતાની લાઇફ પર આધારિત છે. ફિલ્મમાં અજય દેવગનની ફિલ્મ છે. ઇલિયાના ફિલ્મમાં મોટી ભૂમિકા છે. તેની પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ રહેલી છે. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ રહી છે. આ વર્ષની શરૂઆતમાં એવા હેવાલ આવ્યા હતા કે અભિષેકે કેટલીક ફિલ્મોમાં કામ કરવા માટેની તૈયારી દર્શાવી છે. અભિષેકે જે ફિલ્મો સાઇન કરી છે તેમાં પ્રિયદર્શનની એક ફિલ્મ પણ સામેલ છે. હવે રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો બચ્ચન સિંહ નામથી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. પ્રિયદર્શનની ફિલ્મના સંબંધમાં વધારે માહિતી મળી શકી નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પ્રિયદર્શનની ફિલ્મ ઉપરાંત તેની પાસે કેટલીક અન્ય ફિલ્મો પણ છે. જેમાં પ્રભુ દેવાની ફિલ્મ લેફ્ટી અને રાની સ્ક્રુવાળાની ફિલ્મનો સમાવેશ થાય છે. બીજી બાજુ અભિષેક હમેંશા સ્પોટ્ર્સમાં સક્રિય રહે છે. અભિષેક ફુટબોલ મેચોને લઇને ભારે ક્રેઝ ધરાવે છે. બીજી બાજુ દેશમાં કબડ્ડી જેવી રમતને પ્રોત્સાહન આપવા માટે તે સતત સક્રિય છે. અભિષેકને લઇને એકલા હાથ કોઇ મોટા નિર્માતા નિર્દેશક ફિલ્મ બનાવવા માટે જોખમ લઇ રહ્યા નથી. તે મોટા ભાગે મલ્ટી સ્ટારર ફિલ્મમાં જ નજરે પડે છે. જેમાં શાહરૂખ ખાન સાથેની હેપ્પી ન્યુ યરનો પણ સમાવેશ થાય છે. તે મોટા ભાગે મલ્ટી સ્ટાર કરી રહ્યો છે. અભિષેક મોટી ફિલ્મો કરવા માટે પણ આશાવાદી છે. અભિષેક પાસે પત્નિ એશ સાથે ફિલ્મ કરવા માટે પણ ઓફર આવી હોવાના બિનસત્તાવાર હેવાલ આવ્યા છે. અભિષેકની ગણતરી હવે એક સરેરાશ સ્ટાર તરીકે થઇ રહી છે.