અભિષેક-એશ્વર્યા માલદીવ્સમાં દીકરીનો જન્મદિવસ ઉજવશે!
મુંબઈ, બોલિવૂડ સેલિબ્રિટી માટે વેકેશનનું ફેવરિટ ડેસ્ટિનેશન એટલે માલદીવ્સ. રજાઓ માણવી હોય, હનીમૂન હોય, એનિવર્સરી કે જન્મદિવસની ઉજવણી હોય, મોટાભાગના બોલિવૂડ સેલિબ્રિટી માલદીવ્સ જવાનું પસંદ કરતા હોય છે.
બચ્ચન પરિવાર માટે પણ માલદીવ્સની ગણતરી ફેવરિટ ડેસ્ટિનેશન્સમાં થાય છે. પોતાની દીકરી આરાધ્યાના ૧૦મા જન્મદિવસની ઉજવણી કરવા માટે અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન માલદીવ્સ પહોંચ્યા છે. તેમણે પોત-પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર રિસોર્ટની તસવીરો શેર કરી છે.
જૂનિયર બચ્ચનનો પરિવાર એક આલિશાન રિસોર્ટમાં રોકાયો છે. અહીં માત્ર એક રાત રોકાવા માટે લાખો રુપિયા ખર્ચ કરવા પડતા હોય છે. રિસોર્ટમાં વોટર પૂલ વિલા, સનસેટ વોટર પૂલ વિલા, લગૂન વોટર પૂલ વિલા અને મલ્ટી બેડરુમ સહિત અનેક લક્ઝરી વિકલ્પો ઉપલબ્ધ છે.
રિપોર્ટ અનુસાર, અભિષેક અને એશ્વર્યા દીકરીના જન્મદિવસને સ્પેશિયલ બનાવવા માટે આ આલિશાન રિસોર્ટમાં પહોંચ્યા છે. અહીં પ્રાઈવેટ બીચથી લઈને લક્ઝરી વિલા સુધીની તમામ સુવિધાઓ છે. રિસોર્ટની વેબસાઈટ પરથી પ્રાપ્ત જાણકારી અનુસાર, અહીંના સૌથી સસ્તા વિલાની કિંમત લગભગ ૭૬,૦૦૦ રુપિયા પર નાઈટ છે.
જ્યારે સૌથી મોટા વિલાની કિંમત ૧૦.૩૩ લાખ છે, જેમાં લગભગ ૨૦ લોકો રોકાઈ શકે છે. અભિષેક અને એશ્વર્યા રાયે ઈન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તેમાં જણાઈ રહ્યું છે કે તેમની વિલામાં સ્વિમિંગ પૂલ અને પ્રાઈવેટ બીચ પણ છે.
અહીં નાળિયેરી પણ જાેવા મળી રહી છે. આ બધાને કારણે સુંદરતામાં વધારો થઈ રહ્યો છે. એશ્વર્યા રાય બચ્ચને રિસોર્ટની એક તસવીર સાથે કેપ્શન લખ્યું છે, સૂરજ હવા અને સ્વર્ગ. અભિષેક બચ્ચને પણ દરિયાકિનારાના ફોટોસ શેર કર્યા છે.
તેમણે સનસેટની તસવીરો પણ શેર કરી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ કપલની તસવીરોને પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અભિષેક અને એશ્વર્યા આ મહિનાની શરુઆતમાં વેકેશન પર ગયા હતા. તેમણે ત્યારે પણ તસવીરો શેર કરી હતી.SSS