અભિષેક-ઐશ્વર્યાના કારણે બિગ બીનું ગીતથી પત્તું કપાયું
મુંબઈ, ધ કપિલ શર્મા શોના હાલમાં પ્રસારિત થયેલા દોસ્તી સ્પેશિયલ એપિસોડમાં રવિના ટંડન અને ફરાહ ખાન મહેમાન બનીને આવ્યા હતા. આ શો દરમિયાન ડાયરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાને કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા છે. ફિલ્મ ઓમ શાંતિ ઓમના ગીત દિવાનગી દિવાનગીને લઈને ફરાહે રસપ્રદ વાત જણાવી છે.
આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં હતા. દીપિકાએ ફરાહ ખાનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મથી જ બોલિવુડ ડેબ્યૂ કર્યું હતું. ધ કપિલ શર્મા શોમાં ફરાહે ખુલાસો કર્યો છે કે, દિવાનગી દિવાનગી ગીતમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ કામ કરવાના હતા.
પરંતુ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના કારણે ના કરી શક્યા. શાહરૂખના ગીત ‘દિવાનગી દિવાનગી’માં બોલિવુડના ઘણાં એક્ટર્સે સ્પેશિયલ અપિયરન્સ આપ્યો હતો. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ આ ગીતનો ભાગ હોય તેવું ફરાહ ઈચ્છતી હતી પરંતુ તેમ ના થયું.
દિવાનગી દિવાનગી ગીતમાં કામ ના કરી શકનારા કલાકારોની યાદી આપતાં ફરાહે કહ્યું રવિના ટંડન આ ગીતનો ભાગ ના બની શકી કારણકે તે પ્રેગ્નેન્ટ હતી. હું ગેસ્ટ અપિયરન્સ નથી કરતો તેમ કહીને દેવાનંદે પણ કામ કરવાની ના પાડી હતી. બીજી તરફ અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન પણ એ જ મહિનામાં છે એટલે તેઓ કામ નહીં કરી શકે.
ફરાહે આગળ જણાવ્યું કે, ફિલ્મની ટીમ દિલીપ કુમાર અને સાયરા બાનુને પણ ગીતમાં કામ કરાવા માગતી હતી. દિલીપ કુમાર અને સાયરા બાનુ શાહરૂખ ખાનને પોતાના દીકરા સમાન માને છે ત્યારે કિંગ ખાને બાંહેધરી આપી હતી કે તે આ બંનેને રાજી કરશે. પરંતુ કોઈ કારણોસર સાયરા બાનુ અને દિલીપ કુમાર ના માન્યા.
ફરાહે ગીતના શૂટિંગ વિશે વાત કરતાં કહ્યું, ખૂબ વ્યસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. રોજ પાંચ એક્ટર્સને શૂટિંગ પર બોલાવાતા હતા અને દરેકની પાછળ ૨ કલાક ફાળવવામાં આવતા હતા. ફરાહે કહ્યું, “એ પહેલીવાર હતું જ્યારે શાહરૂખ સવારે ટાઈમ પર આવતો હતો કારણકે એ જ પ્રોડ્યુસર, એક્ટર અને હોસ્ટ હતો.SSS