અભિષેક ઐશ્વર્યા-આરાધ્યાને એરપોર્ટ ઉપર મૂકવા આવ્યો
મુંબઈ, બોલિવુડના પોપ્યુલર કપલ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન શુક્રવારે મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. ઐશ્વર્યા અને અભિષેક સાથે તેમની ૯ વર્ષની દીકરી આરાધ્યા પણ હતી. ઐશ્વર્યા અને આરાધ્યાને મૂકવા માટે અભિષેક એરપોર્ટ પર આવ્યો હતો. એરપોર્ટ પર બચ્ચન પરિવાર કેઝ્યુઅલ લૂકમાં જાેવા મળ્યો હતો. અભિષેક બચ્ચન બ્લેક એન્ડ વ્હાઈટ ટ્રેક સૂટમાં જાેવા મળ્યો હતો. જાેકે, અહીં અભિષકેના લૂક કરતાં વધુ ધ્યાન તેના પાટાએ ખેંચ્યું હતું, અભિષેક બચ્ચનને ઈજા થઈ છે ત્યારે તેના હાથમાં પાટો બાંધેલો હતો.
ઈજાગ્રસ્ત હોવા છતાં અભિષેક પત્ની અને દીકરીને એરપોર્ટ પર મૂકવા આવ્યો હતો. એરપોર્ટ સુધી આવેલા અભિષેકને આરાધ્યા અને ઐશ્વર્યાએ ઉષ્માભર્યું આલિંગન આપીને વિદાય આપી હતી. પહેલા ઐશ્વર્યાએ પતિને આલિંગન આપ્યું હતું અને ત્યારબાદ નાનકડી આરાધ્યા પિતાને વળગી પડી હતી. એરપોર્ટ પર હાજર મીડિયાના ફોટોગ્રાફર્સના કેમેરામાં પરિવારની આ ખાસ ક્ષણ કેદ થઈ ગઈ હતી. લૂકની વાત કરીએ કોઐશ્વર્યા રાય લોન્ગ બ્લેક કોટ અને ટાઈટ્સમાં જાેવા મળી હતી. જ્યારે આરાધ્યા પણ ગ્રે ટી-શર્ટ અને ટ્રેક પેન્ટમાં જાેવા મળી હતી. તસવીરો જાેતાં લાગી રહ્યું છે કે, ઐશ્વર્યા પોતાની આગામી ફિલ્મ ‘પેન્નિયન સેલ્વન’ના શૂટિંગ માટે જઈ રહી છે.
ગત મહિને જ ઐશ્વર્યા અભિષેક અને આરાધ્યા સાથે પુડ્ડુચેરીમાં હતી. અહીં ઐશ્વર્યાએ સાઉથ એક્ટર સરથ કુમાર અને તેમના પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સરથ કુમાર પણ ઐશ્વર્યા સાથે ‘પેન્નિયન સેલ્વન’માં મહત્વનો રોલ ભજવી રહ્યા છે. ગત મહિને ફિલ્મનું શૂટિંગ પુડ્ડુચેરીમાં થયું હતું. જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય ‘પેન્નિયન સેલ્વન’ ફિલ્મ દ્વારા ફરી એકવાર ડાયરેક્ટર મણિરત્નમ સાથે કામ કરશે. ફિલ્મમાં ઐશ્વર્યાનું પાત્ર ગ્રે શેડનું હશે. આ ફિલ્મ દ્વારા ઐશ્વર્યા લાંબા સમય બાદ ફિલ્મી પડદે વાપસી કરી રહી છે.SSS