Western Times News

Gujarati News

અભિષેક પિતાની સલાહથી બોલિવૂડમાં કમબેક કર્યુંહતું

મુંબઈ: સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેકે ગુરુ સહિતની ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ ઘણી ફિલ્મો એવી પણ છે જે તેની કારકિર્દી ઉપર જાેખમ બની ગઈ હતી. બોલિવૂડમાં પગ ટકાવી રાખવા તેની સામે પણ ઘણા પડકાર ઉભા થયા હતા. પરિણામે તે પોતાની કારકિર્દી સંકેલી લેવાની તૈયારી કરી હતી. તેને લાગ્યું હતું કે તેની કારકિર્દીનો અંત આવી ગયો છે.
જાેકે આ ર્નિણય સાથે આગળ વધતા પહેલા તેણે પિતા અમિતાભની સલાહ લીધી હતી. અમિતાભે તેને જે સલાહ આપી ત્યાર બાદ તેણે પોતાનો વિચાર બદલી નાંખ્યો હતો. અભિષેકે આ આખી ઘટનાને તાજેતરમાં આરજે સિદ્ધાર્થ કાનન સાથેની વાતચીતમાં વર્ણવી હતી. તેણે પોતાની કારકિર્દી દરમિયાન આવેલા પડકરોની વાત કરી હતી. અભિષેકે કહ્યું હતું કે, એક સમયે, મને લાગ્યું કે ઇન્ડસ્ટ્રીમાં આવ્યો તે મારી ભૂલ હતી.

કારણ કે હું જે પણ કરતો તે નિષ્ફળ જતું હતું. જેથી તે પોતાના પિતા પાસે ગયો હતો અને કહ્યું હતું કે, હું આ ઇન્ડસ્ટ્રી માટે નથી ઘડાયો. આ સમયે બિગ બીએ તેને પ્રેરણા આપી હતી. જેથી તેના મનોબળને વેગ મળ્યો હતો, નવો દ્રષ્ટિકોણ મળ્યો હતો. બિગ બીએ અભિષેકને સલાહ આપી હતી કે, “હું તને બહાર નીકળી જવા નથી લાવ્યો. એમણે ઉમેર્યું કે, વ્યક્તિને દરરોજ સવારે જાગવું પડે છે

પોતાની જગ્યા મેળવવા લડવું પડે છે. અમિતાભે અભિષેકને સૂચવ્યું કે, તે દરેક પ્રોજેક્ટને પોતાની રીતે લે અને તેમણે જે ભૂમિકા કરે છે તેને શ્રેષ્ઠ નિભાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે. તેના પિતાની સલાહને પગલે અભિનેતાને ખૂબ રાહત મળી હતી. જે બાદ તેણે લુડો અને બ્રીધઃ ઈન્ટુ ધ શેડોઝ જેવી કેટલીક અદભૂત મૂવીઝ સાથે પોતાની કારકિર્દી આગળ વધારી હતી. વર્ષ ૨૦૨૦માં કેટલાક મહત્વના પર્ફોમન્સ આપીને અભિનેતાએ તેની અભિનય કુશળતા અને વર્સેટિલિટી સાબિત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.