Western Times News

Gujarati News

અભિષેક બચ્ચનના કરિયરની એક યૂઝરે ઉડાવી મજાક

મુંબઇ, અભિષેક બચ્ચન તેમાંથી એક નથી જે ટ્રોર્લ્સને સહન કરી લે. જ્યારે પણ સોશિયલ મીડિયા પર ટ્રોર્લ્સ તેના પર અટેક કરે છે ત્યારે તે હંમેશા કટાક્ષ ભરેલી ટિપ્પણી અને જબરદસ્ત જવાબ આપવા માટે તૈયાર હોય છે. હાલમાં, એક ટિ્‌વટર યૂઝરે અભિષેક બચ્ચનના એક્ટિંગ કરિયર પર એક મીમ શેર કર્યું હતું. ટ્રોલને જવાબ આપવામાં જુનિયર બચ્ચને ટ્રોલના ટિ્‌વટર બાયોનો ઉપયોગ કર્યો હતો.

યૂઝરે ફિલ્મ ‘કામયાબ’માંથી (૨૦૧૮) સંજય મિશ્રાની તસવીર પર અભિષેકનો ચહેરો મોર્ફ કરેલું મીમ શેર કર્યું હતું. તેના પર લખ્યું હતું ‘જ્યારે અભિષેકને કોઈ ફિલ્મ માટે ડિરેક્ટર તરફથી ફોન આવે. તમે મને મૂર્ખ નથી બનાવી રહ્યા. બરાબર?’. યૂઝરને જવાબ આપતા અભિષેકે લખ્યું હતું ‘હાય! તારો બાયો ગમ્યો ‘તમે ગમે તે હો…સારા બનો’. ખૂબ સાચી વાત કહી…તમે ખરેખર છો! થોડા સમય પહેલા પણ, અભિષેક બચ્ચન એક્ટર અને ફિલ્મમેકર કમાલ રાશિદ ખાન સાથે શાબ્દિક યુદ્ધમાં પડ્યો હતો, જેણે બોલિવુડને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

અભિષેકે મલાયલમ ફિલ્મ ‘વાંશી’ના વખાણ કર્યા હતા. બોલિવુડ પર કટાક્ષ કરતાં પોસ્ટના રિપ્લાયમાં KRKએ લખ્યું હતું ‘ભાઈ ક્યારેય કમે બોલિવુડવાળા પણ કોઈ અતૂલ્ય ફિલ્મ બનાવી દેજાે’. અભિષેકે તેને જવાબ આપતા તરત લખ્યું હતું ‘પ્રયાસ કરીશું. તમે બનાવી હતી ને….દેશદ્રોહી.

અગાઉ એક ટિ્‌વટર યૂઝરે અભિષેક બચ્ચનને કામ તેના પિતા અમિતાભ બચ્ચનના કારણે મળતું હોવાનું કહ્યું હતું. તેને પણ એક્ટરે જવાબ આપ્યો હતો. યૂઝરે લખ્યું હતું ‘તમને નથી લાગતું કે તમને ફિલ્મોમાં કામ માત્ર અમિતાભ બચ્ચનના દીકરા હોવાના કારણે મળે છે’. તો એક્ટરે જવાબ આપ્યો હતો ‘તમે જે કહ્યા રહ્યા છો તે સાચુ હોત. વિચારો, કેટલું કામ મને મળત. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અભિષેક બચ્ચન ખૂબ જલ્દી ‘દસવી’માં જાેવા મળશે.

આ સોશિયલ ડ્રામામાં તે નેતાનો રોલ ભજવતો જાેવા મળશે. તુષાર જલોટા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં યામી ગૌતમ અને નિમ્રત કૌર પણ મહત્વના રોલમાં છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, અભિષેક બચ્ચન તામિલ થ્રિલર Oththa Seruppu Size 7ની હિંદી રિમેકમાં પણ કામ કરવાનો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.