અભિષેક ૨૬ દિવસથી કોરોના સામે જંગ લડે છે
મુંબઈ, બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન છેલ્લા ૨૬ દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યો છે એક તરફ તેની દીકરી આરાધ્યા પત્ની ઐશ્વર્યા અને પિતા અમિતાભ બચ્ચન કોરોનાને હરાવીને ઘરે પરત ફરી ગયા છે. પણ જૂનિયર બચ્ચન હાલમાં નાણાવટી સુપર સ્પેશલિટી હોસ્પિટલમાં દાખલ છે અને કોરોના સામે જંગ લડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તે સતત તેનાં હાલચાલ અંગે માહિતી આપી રહ્યાં છે. હાલમાં જ અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરે છે તેમાં તે પોતાની જાતને મોટિવેટ કરતો નજર આવે છે તેણે હોસ્પિટલનાં ડિસ્ચાર્જ પ્લાન અંગે પણ વાતચીત કરે છે. અભિષેક બચ્ચને હાલમાં જ હોસ્પિટલનાં વ્હાઇટ બોર્ડની એક તસવીર શેર કરી છે. જેમાં તેનું ડાયેટ, નર્સનું નામ અને ડિસચાર્જ પ્લાન અંગે લખ્યુ છે.
અભિષેકે ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલનાં બેડની તસવીર પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યુ હતું કે, – ‘હોસ્પિટલ ડે-૨૬, ડિસ્ચાજ પ્લાન- નો પોતાની જાતને મોટિવેટ કરતાં તેણે લખ્યુ છે કે, કમ ઓન બચ્ચન, તુ કરી શકીશ ‘ બચ્ચનનીઆ પોસ્ટ પર તેનાં ફેન્સ એક બાદ એક પ્રતિક્રિયા આપતા જઇ રહ્યાં છે. અભિષેક બચ્ચને આ પહેલાં તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કરી હતી જેમાં તેણે હોસ્પિટલનો નજારો દર્શાવ્યો હતો. અભિષેક બચ્ચન દ્વારા શેર કરવામાં આવેલી આ ફોટો જોઇને લાગે છે કે કેવી શાંતિ છે હોસ્પિટલમાં.
આખા કોરિડોરમાં ફક્ત દરવાજા અને લાઇટ્સ સીવાય કંઇ જ નજર આવતુ નથી. આ ફોટોની કેપ્શનમાં અભિષેકે લખ્યુ હતું કે, આ ફોટો તેમણે તયરે લીધી હતી જ્યારે તે નાઇટ વોક કરવાં નીકળ્યાં હતાં. આ કેપ્શનમાં તેણે એકાંતને સુંદરતાથી રજૂ કર્યુ હતું.SSS