અમજદ ખાન ૧૪ વર્ષની છોકરીના પ્રેમમાં પડ્યો હતા
મુંબઈ, શોલે ફિલ્મના ગબ્બરને સૌકોઈ ઓળખે છે અને આ ગબ્બરનું પાત્ર ભજવનાર અમજદ ખાનને પણ કોઈ ઓળખની જરૂર નથી. જાેકે, બોલિવૂડની દુનિયામાં આવા ઘણા વિલન છે, જેમની શાનદાર એક્ટિંગને લોકોએ પસંદ કરી છે. અમજદ આજે આપણા બધાની વચ્ચે નથી, પરંતુ તે પોતાના શાનદાર અભિનય દ્વારા લોકોના દિલમાં હંમેશા રહેશે.
અમજદ ખાનના જીવનના ઘણા એવા રહસ્યો છે જેના વિશે ઘણા લોકો અજાણ છે. બોલીવુડના દમદાર વિલન તરીકે ઘણી હિટ ફિલ્મો આપનાર અમજદ ખાનની લવ લાઈફ પણ એટલી જ ફિલ્મી છે. અમજદની લવ સ્ટોરી સાંભળીને દરેક વ્યક્તિ તેમાં ખોવાઈ જાય છે. શેહલા ખાન અને અમજદ મુંબઈના બાંદ્રામાં એકબીજાના પાડોશી હતા. તેઓ એકબીજા સાથે રમવા જતા. કોલેજમાં પણ બંને સાથે હતા. ધીરે ધીરે અમજદને શેહલા સાથે પ્રેમ થઈ ગયો.
દરમિયાન એક દિવસ અમજદે શેહલાને પૂછ્યું કે, તારી ઉંમર કેટલી છે? પછી શેહલાએ કહ્યું ૧૪ વર્ષ. ત્યારે અમજદે કહ્યું, તું જલ્દી મોટી થઈ જા, મારે તારી સાથે લગ્ન કરવા છે. અમજદ ખાને શેહલાને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હોવાની વાતનો ઉલ્લેખ કરતા શેહલાએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, પહેલા અમજદે મને જલ્દી મોટી થઈ જવા કહ્યું.
કારણ કે તેને મારી સાથે લગ્ન કરવા હતા. આ પછી અમજદે મારા ઘરે લગ્નનો પ્રસ્તાવ પણ મોકલ્યો હતો, પરંતુ તે સમયે હું નાની હતી. આથી પરિવારજનોએ આ લગ્ન માટે ના પાડી દીધી હતી. પણ અમારો પ્રેમ અકબંધ રહ્યો. આ પછી શેહલાને આગળનો અભ્યાસ પૂરો કરવા માટે અલીગઢ મોકલવામાં આવી, જેથી બંને દૂર રહે, પરંતુ અમજદનો પ્રેમ તેને મુંબઈ પાછી લઈ આવ્યો. અમજદ અને શેહલા એકબીજાના પ્રેમમાં હતા.
જાેકે, પરિવારને આ વાત મંજુર ન હોવાથી ઘણા વર્ષો સુધી બંને ગુપ્ત રીતે એકબીજાને મળતા રહ્યા. બંનેનો પ્રેમ એટલો સાચો હતો કે પછી એક દિવસ બંનેના પરિવારજનોએ તેમના સંબંધનો સ્વીકાર કરી લીધો. જે બાદ તેઓએ ૧૯૭૨માં લગ્ન કર્યા હતા. અમજદ ખાનને ૧૯૭૩માં તેમના મોટા પુત્ર શાદાબના જન્મ દિવસે ફિલ્મ ‘શોલે’માં ગબ્બરનો રોલ મળ્યો હતો.
અમજદ ખાનની લવસ્ટોરી તો તમે જાણી લીધી. હવે જાે તેની એક્ટિંગની વાત કરીએ તો અમજદ ખાનને અભિનય વારસામાં મળી હતી. તેમના પિતા ઝકરિયા ખાને પણ ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી, તેમને જાેઈને અમજદે પણ અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો.
ફિલ્મ ‘શોલે’એ રાતોરાત અમજદ ખાનનું ભાગ્ય બદલી નાખ્યું. લોકોને તેનું ગબ્બરનું પાત્ર ખૂબ પસંદ આવ્યું. ‘શોલે’ સિવાય તેણે ‘લાવારિસ’, ‘હીરાલાલ-પન્નાલાલ’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘પરવરિશ’ જેવી બીજી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું.SSS